Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

હોમ આઇસોલેશનમાં સફળતા મળી છે : આજ સુધીમાં ૩પ થી વધુ દર્દીઓને સારવાર અપાઇ

રાજકોટની સમરસ હોસ્ટેલમાં ૧પ૦૦ બેડ સહિત જીલ્લાભરમાં ૩ હજાર બેડની વ્યવસ્થા છે... : ક્રાઇસ્ટ હોસ્પીટલ અંગે હાલ કોઇ ફરીયાદ મળી નથીઃ ૬૦-૬૦ દર્દીઓ માટે મેડીકલ સેટઅપ

રાજકોટ તા. ૧૬: જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હોમ આઇસોલેશનમાં આપણને સફળતા મળી છે, કોર્પોરેશને બે પ્રાઇવેટ હોસ્પીટલ સ્ટાર સીનર્જી અને પરમને અધીકૃત કરી છે, જેમાં સ્ટાર સીનર્જીમાં રપ થી ૩૦ અને પરમ હોસ્પીટલ દ્વારા ૭ થી ૮ દર્દીઓને હોમ આઇસોલેશન મુજબ સારવાર અપાઇ રહી છે.

રૂરલમાં સીટીની જેમ બે પ્રાઇવેટ હોસ્પીટલમાં સૂવિધા ઉભી કરાશે

કલેકટરે જણાવ્યું હતું કે રાજકોટમાં પ્રાઇવેટ હોસ્પીટલમાં કોરોના સારવાર અંગે કાર્યવાહી થઇ તેમ હવે રૂરલમાં ગોંડલ અને જેતપૂરની બે પ્રાઇવેટ હોસ્પીટલમાં કોરોના દર્દીઓની સારવારની સૂવિધા ઉભી કરવા અંગે ગઇકાલે મીટીંગ કરાઇ હતી, આ બંને હોસ્પીટલની દરખાસ્ત આવ્યા બાદ બેડનો ખાસ ખ્યાલ આવશે.

કલેકટરે જણાવેલ કે સમરસ હોસ્ટેલમાં ૧પ૦૦ બેડ સહિત રાજકોટ શહેર -જીલ્લામાં ૩ હજાર બેડની વ્યવસ્થા છે, રોજેરોજ જે પ્રમાણે કેસ આવે છે તે જોતા, પ્રીપ્લાન્થી તમામ તૈયારીઓ કરાઇ રહી છે.  મેડીકલ સ્ટાફ અંગે કલેકટરે જણાવેલ કે હાલ પૂરતો સ્ટાફ છે. અને સમરસ હોસ્ટેલ ખાતે બે મેડીકલ ઓફીસર અને ૬ નર્સીંગ સ્ટાફ મૂકાયો છે, ૬૦ દર્દીઓ માટે આ મેડીકલ સેટઅપ છે, દર્દીઓ વધશે તેમ જરૂર પડયે વધૂ મેડીકલ સ્ટાફ મૂકાશે, આજે બપોરે ૧રાા વાગ્યાથી કલેકટર દ્વારા શહેર-જીલ્લાની તમામ સરકારી હોસ્પીટલના ડોકટરો સાથે કોરોના કેસ-સારવાર સ્ટાફ-સવલત અંગે સમીક્ષા બેઠક શરૂ થઇ છે.

(4:03 pm IST)