Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ભારત વિકાસ પરિષદ દ્વારા ૩૫ હજાર માસ્કનું વિતરણ

ભારત વિકાસ પરિષદ અને અર્પણ ફાઉન્ડેશન દ્વારા બહેનોને સ્વરોજગારી અર્થે સીલાઇ મશીનનું વિતરણ કરાયો હતુ. જેનો સદ્દઉપયોગ થયો હોય તેમ હાલ કોરોના સામે રક્ષણ મેળવવા ઉપયોગી બનતા માસ્ક બનાવવાનું કામ બહેનોએ ઉપાડી લીધુ છે. ૧૫ થી ૨૦ બહેનોએ સંસ્થાની સાથે રહી ૩૫૦૦૦ જેટલા માસ્ક તૈયાર કરી આપ્યા હતા. જેનું વિવિધ વિસ્તારોમાં વિનામુલ્યે વિતરણ કરવામાં આવેલ. ઉલ્લેખનીય છે કે સંસ્થા દ્વારા લોકડાઉન દરમિયાન સવાલાખ લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. વિધવા બહેનોને મળતી આર્થિક સહાય અપાવવા ફોર્મ ભરી આપવા અને જરૂરી માર્ગદર્શનની સેવા પણ આ બન્ને સંસ્થા આપી રહી છે. સમગ્ર કાર્ય માટે ભારત વિકાસ પરિષદના સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત પ્રમુખ પ્રફુલભાઇ ગોસ્વામી, વિભાગીય મંત્રી જેઠસુરભાઇ ગુજરીયા, આનંદનગર શાખા પ્રમુખ બકુલભાઇ દુધાગરાના માર્ગદર્શન હેઠળ સંસ્થાના કારોબારી સભ્યો મહેશભાઇ તોગડીયા, દિપકભાઇ ગોસાઇ, પ્રવિણપુરી ગોસ્વામી, રમેશભાઇ દત્તા, જેન્તીભાઇ કોરાટ, કરશનભાઇ મેતા, જેન્તીભાઇ ચૌહાણ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:24 pm IST)