Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

રંગોલી પાર્ક પાસે મુખ્યમંત્રી આવાસ યોજનાના હાઉસીંગ બોર્ડના ફલેટમાં ગંદા પાણી લીકેજ : બાંધકામ જર્જરીત થયું

રાજકોટ : શહેરના કાલાવડ રોડ પર હાઉસીંગ બોર્ડ દ્વારા નિર્મિત મુખ્યમંત્રી આવાસ યોજનાના ફલેટમાં ગંદા પાણીના લીકેજથી ગંદકીનો ત્રાસ થયો છે. એટલું જ નહીં સતત પાણી પડવાથી પીલર અને તળિયાના બાંધકામો જર્જરીત થઇ રહ્યા છે જે તસ્વીરમાં દર્શાય છે. આ બાબતે તંત્ર વાહકોને ફરીયાદ કરી તો 'સ્વખર્ચે રીપેરીંગ કરાવી લ્યો' તેવા ઉડાઉ જવાબો અપાય છે. આ બાંધકામનો કોન્ટ્રાકટ મેઇન્ટેનન્સ સહિતનો અપાયો હોય  તો તાત્કાલીક રીપેરીંગ કરાવવા રહીશોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

(3:18 pm IST)