Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

વેબમૂવી-વેબસિરીઝમાં રાધા-કૃષ્ણ-હિંદુ દેવી દેવતાઓનું વિકૃતિકરણ સામે ફાટી નીકળેલો રોષઃ કલેકટરને રજુઆત

હિન્દુ જાગરણ મંચ દ્વારા આવેદન અપાયું: કેન્દ્ર સરકાર કન્ટેન્ટની ચકાસણી માટે ખાસ કાયદો લાવે..

વેબમૂવી-વેબસિરીઝમાં હિન્દુ દેવી-દેવતાઓને વિકૃત ચિતરવા સામે હિન્દુ જાગરણ મંચ દ્વારા કલેકટરને આવેદન પાઠવાયું હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ,તા. ૧૬: હિન્દુ જાગરણ મંચે જીલ્લા કલેકટર સહિતના અધિકારીઓને આવેદનપત્ર પાઠવી વેબસિરીઝમાં રાધા-કૃષ્ણ-દ્રૌપદીને ખરાબ ચિતરવા  અંગે વિસ્તૃત રજુઆતો કરી હતી.

આવેદનપત્રમાં ગાંધીગ્રામ વલ્લભાજી હવેલીના અભિષેકકુમારજી તથા સભ્યોએ જણાવેલ કે, ભારત એક લોકશાહી દેશ છે અને તેમાં વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યકિતનું સ્વાતંત્ર્ય આપવામાં આવ્યું છે. આ બંને સ્વાતંત્ર્ય દેશની લોકશાહીને તંદુરસ્ત બનાવવા માટે ખુબ જ અનિવાર્ય છે. પરંતુ છુેલ્લા કેટલાક વર્ષોથી એવું દેખાઇ રહ્યું છે કે હિંદુ ધર્મ તેના દેવી -દેવતાઓ તથા તેના પ્રાચીન પાત્રોને વિકૃત રીતે પ્રસ્તુત કરીને આ બંને સ્વાતંત્ર્યના નામે ખુલ્લેઆમ સ્વચ્છંદતા આચરવામાં આવી રહી છે.

આવેદનમાં જણાવેલ છે કે, ભારતના હિન્દી ફિલ્મ જગત, અન્ય ભાષાઓના ફિલ્મ જગત, ટીવી સિરિયલ બનાવનારાઓ, વેબમૂવી તથા વેબસિરીઝ બનવનારાઓ સહિત એક એવો વર્ગ પેદા થયો છે કે જેઓ સસ્તી અને હલકી પ્રસધ્ધિ મેળવવા માટે ભારતના ભવ્ય અને દિવ્ય સાંસ્કૃતિક વારસાને તથા પ્રત્યેક હિંદુના જેઓ પ્રાણ છે અને આત્મા છે તેવા આરાધ્ય દેવી-દેવતાઓનું વારે-તહેવારે તથા ડગલેને પગલે અપમાન થયા તેવું એક વ્યાપક ષડયંત્ર ચાલી રહ્યા છે. ભારતના ઉચ્ચ અને દિવ્ય સાંસ્કૃતિક વારસાથી યુવા પેઢીને દુર લઇ જઇને તેને તેની મુળ સંસ્કૃતિથી દુર કરવો તથા મુળ સંસ્કૃતિ પ્રત્યે તિરસ્કાર ઉભો થાય એવી હવા ઉદઇ કરવી. એવો એક નિશ્ચિત એજન્ડા હોય તેવું સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે એટલે જ ષડયંત્ર શબ્દ વાપર્યો છે. ભારતની મુળ સંસ્કૃતિ ઉપર આ એક પ્રકારનું સાંસ્કૃતિક આક્રમણ છે એવું અમારૂ સ્પષ્ટ રીતે માનવું છે.

છેલ્લા ચાર-પાંચ વર્ષથી OPT (Over-the- Top) માધ્યમનો ઉપયોગ કરીને વેબમૂવી અને વેબસિરિઝ દ્વારા હિંદુ દેવી-દેવતાઓનુ ં વિકૃતિકરણ શરૂ થયું છે. ત્રણેય દ્રષ્ટાંત જોઇએ કે જેથી પરિસ્થિતીની ગંભીરતાનો ખ્યાલ આવે.

Krishna and his leela એ એક તેલુગુ વેબમુવી છે. (જેમાં સબ-ટાઇટલ હિન્દી અને અંગ્રેજીમાં પણ છે) જે નેટફફિલકસ ઉપર ઘણલ સમય ટોપ ટેનમાં રહી. આ વેબમૂવીમાં હિરોને 'કૃષ્ણ'નું નામ આપ્યું છે અને તેને ખરાબ રીતે ચિત્રિત કર્યો છે. આ જ મૂવીમાં એક હિરોઇનનું નામ રાધા છે તો અન્ય મહિલા પાત્રોના નામમાં સત્યા અને રૂકમણી છે. વેબમૂવીના હીરોને પુછવામાં આવે છે કે તમને આ ફિલ્મની પ્રેરણા શેમાંથી મળી તો કોઇ પણ જાતના ખચકાટ વગર કહે છે કે ભગવાન કૃષ્ણ અને રાધામાંથી આ ફિલ્મ બનાવવાની પ્રરેણા મળી છે. આ  વેબમૂવી ૧૮થી મોટી ઉંમરના લોકો માટે છે એટલે કે આ આખી વેબમૂવી એડલ્ટ કન્ટેન્ટ ધરાવે છે. એડલ્ટને નામે 'રાધા' અને 'કૃષ્ણ' જેવા હિંદુ ધર્મના દિવ્ય અને પવિત્ર પાત્રોને વિકૃત ચિતરીને હિંદુ ધર્મને બદનામ કરવામાં આવી રહ્યો છે.

અનુષ્કા શર્મા દિગ્દર્શિત બે વેબમૂવી 'પાતાલ લોક' અને 'બુલબુલ' આવી છે અને તે નેટફલિકસ ઉપર ધુમ મચાવી રહી છે. આ વેબમૂવસમાં કૃષ્ણ -રાધા વીશે કહેવામાં ખરાબ શબ્દ પ્રયોગ કરીને રાધા-કૃષ્ણા દિવ્યાતિદિવ્ય પ્રેમસંબંધોને વિકૃત ચિતર્યા છે. કદમ વૃક્ષની ડાળીએ બેસીને ભગવાન કૃષ્ણએ જે 'ચિરહરણ લીલા' કરી હતી. તેને બિલકુલ વિકૃત રીતે એક ગાયનમાં ચિતરવામાં આવી છે.

આવેદનપત્ર આપી અમે હિન્દુ જાગરણ મંચ આપશ્રી સમક્ષ માંગણી કરી રહ્યા છીએ કે ભારત સરકાર OPT (Over-the- Top) માધ્યમનો ઉપયોગ કરીને પ્રસારિત થઇ રહેલી વેબમૂવી અને વેબસિરિઝના કન્ટેન્ટની ચકાસણી થાય અને ત્યારબાદ જ તે પ્રસારિત થાય થઇ રહેલી વેબમૂવી અને વેબસિરીઝના કન્ટેન્ટની ચકાસણી થાય અને ત્યારબાદ જ તે પ્રસારિત થાય એવો એક સર્વગ્રાહી કાયદો તાત્કાલીક લાવવામાં આવે. તદુપરાંત હિંદુ ધર્મના દેવી-દેવતાઓ, પ્રાચીન પાત્રો તથા મુળભૂત વિચારોને વિકૃત રીતે ચીતરી રહેલી તમામ વેબમૂવી અને વેબસિરિઝને તાત્કાલિક અસરથી પ્રતિબંધિત કરવામાં આવે. જો તેમ કરવામાં વિલંબ કરવામાં આવશે. તો સમગ્ર દેશભરમાં બંધારણની મર્યાદામાં રહીને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. જેની સંપૂર્ણ જવાબદારી કેન્દ્ર સરકારની રહેશે. તેમ ઉમેરયું હતું. આવેદન દેવામાં ખોડીયારધામ આશ્રમના મહંત જેરામદાસ બાપુ, હિન્દુ જાગરણ મંચના મંત્રી વિક્રમસિંહ પરમાર તથા અન્યો જોડાયા હતા. 

(3:15 pm IST)