Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ભૂકંપથી રાજકોટ જીલ્લામાં કોઇ જાનહાની-નુકશાન નથીઃ કલેકટરે પોતે તમામ પાસેથી વિગતો મેળવી

સાવચેતી રાખવા અપીલઃ દરેક પ્રાંત-મામલદારોને દરેક ગામ અંગે જાણકારી આપવા આદેશો

રાજકોટ તા. ૧૬ :.. રાજકોટ-સૌરાષ્ટ્રમાં ભયાનક ભૂકંપનો આંચકો આવતા ભારે ગભરાટ ફેલાયો છે.

દરમિયાન જીલ્લા કલેકટરશ્રી રૈમ્યા મોહને ડીઝાસ્ટરને સુચના આપી જીલ્લામાં કોઇ જાનહાની - નુકશાન અંગે વિગતો મેળવવા આદેશો કર્યા હતાં.

દરમિયાન જીલ્લા ડીઝાસ્ટરના અધિકારી શ્રી પ્રિયંક સિંઘે 'અકિલા' ને જણાવ્યું હતું કે  જીલ્લાના તમામ ક્ષેત્રમાંથી વિગતો મેળવાઇ છે. ભુકંપથી કોઇ જાનહાની કે નુકશાન નથી.

તેમણે જણાવેલ કે કલેકટરશ્રીએ પોતે દરેક તાલુકામાંથી ફોલોઓપ મેળવી લીધુ છે, અને સરકારને પણ રીપોર્ટ કરાઇ રહ્યો છે.

દરમિયાન કલેકટરે અપીલ કરી લોકોને પણ સાવચેતી રાખવા જણાવ્યું છે, તથા દરેક પ્રાંત-મામલતદારને પોતાના વિસ્તારના દરેક ગામમાંથી પણ રીપોર્ટ મેળવી જાણ કરવા આદેશો કર્યા હતાં.

(1:04 pm IST)