Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ફેલોશીપ મેળવોઃબાયોલોજીકલ સ્ટ્રીમમાં સંશોધન તથા રીસર્ચ પ્રોજેકટ ઉપર કામ કરવાની તક

રાજકોટ તા.૧૬ : માહિતી, ટેકનોલોજી, જ્ઞાન તથા શિક્ષણની સાથે-સાથે સંશોધનનું મહત્વ પણ દિવસે-દિવસે વધતું જાય છે. ઉચ્ચ ગુણવત્તાયુક સંશોધન કરવાથી વ્યકિતની નામના અને પદ-પ્રતિષ્ઠામાં વધારો તો થાય જ છે. પરંતુ સાથે-સાથે વ્યવહારિક સંશોધનથી સમાજને પણ ઉપયોગી બની શકાય છે. લોકોને હકારાત્મક રીતે નવી દિશામાં વિચારતા કરી શકાય છે. એમાં પણ જો સંશોધન માટે ઉપયોગી ફેલોશીપ/સ્કોલરશીપ મળતી હોય તો ચોક્કપણે સોનામાં સુગંધ ભળી જાય. હાલમાં મળતી વિવિધ ફેલોશીપ ઉપર એક નજર કરીએ તો.....

. પોંડીચેરી યુનિવર્સિટી ડીપાર્ટમેન્ટ ઓફ ઇકોલોજી એન્ડ એન્વાયર્નમેન્ટલ સાયન્સીઝ રીસર્ચ એસોસીએટશીપ જુનિયર રીસર્ચ ફેલોશીપ ર૦ર૦ અંતર્ગત યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ દ્વારા ઉલ્લેખિત ફેલોશીપ માટે માસ્ટર ડીગ્રી હોલ્ડર્સ તથા પી.એચ.ડી. ડીગ્રી હોલ્ડર્સ અરજીપાત્ર છે.આ ફેલોશીપ હેઠળ રીસર્ચ ફેલોને 'એસેસમેન્ટ ઓફ ચેઇન્જીસ ફોર ધ કંઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ ઓફ સત્યમંગલમ ટાઇગર રીઝર્વ' નામના પ્રોજેકટ ઉપર કાર્ય કરવાની તક મળશે.

-અરજી કરવા માટેની પાત્રતા

એસોસીએટશીપ માટે ઇકોલોજી, એન્વાયર્નમેન્ટલ સાયન્સીઝ, બોટની, ઝુલોજી, ફેરેસ્ટ્રી, લાઇફ સાયન્સમાં પી.એચ.ડી. ડીગ્રી ધરાવનાર, વાઇલ્ડ લાઇફ સાયન્સમાં પી.એચ.ડી.ધારકો કે જેની પાસે મેપીંગ સ્પેશ્યાલઇઝેશન, વેજીટેશન, એનિમલ ઇન્વેન્ટરી તથા ડાયવર્સિટી એસેસમેન્ટનો અનુભવ હોવો જોઇએ. આ ઉપરાંત ઉમેદવારના રીસર્ચ પેપર્સ પણ પબ્લિશ થયેલ હોવા જોઇએ.

જુનિયર ફેલોશીપ માટે ઉપરોકત વિષયોમાં પપ ટકા સાથે એમ.એસ.સી. થયેલ તથા ર૮ વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે જુનિયર રીસર્ચ ફેલોને માસિક ૩૧ હજાર રૂપિયા અને અન્ય લાભો મળશે તથા રીસર્ચ એસોસીએટશીપ માટે માસિક ૪૭ હજાર રૂપિયા તથા અન્ય લાભો મળવાપાત્ર થશે. તારીખ ૩૦/૭/ર૦ સુધીમાં ઓનલાઇન અને પોસ્ટ દ્વારા અરજી કરવાની છે. સરનામું: પ્રો.એસ.જયાકુમાર, પ્રિન્સીપાલ ઇન્વેસ્ટીગેટર, ડીપાર્ટમેન્ટ ઓફ ઇકોલોજી એન્ડ એન્વાયર્નમેન્ટલ સાયન્સીઝ, સ્કૂલ ઓફ લાઇફ સાયન્સીઝ, પોંડીચેરી યુનિવર્સિટી, કાલાપેટ, પુડુચેરી-૬૦પ૦૧૪

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila//PON3

. NIT રૂરકેલા ડીપાર્ટમેન્ટ ઓફ ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન એન્જીનીયરીંગ જુનિયર રીસર્ચ ફેલોશીપ ર૦ર૦ અંતર્ગત નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (NIT) રૂરકેલ, દ્વારા એમ.ટેક.થયેલા ઉમેદવારોને આ ફેલોશીપ આપવામાં આવે છે. આ ફેલોશીપ સંદર્ભે રીસર્ચ ફેલોને 'ડેવલપમેન્ટ ઓફ અ લો પાવર વિડીયો કંમ્પ્રેશન એન્ડ ઇન્હેન્સમેન્ટ મોડયુલ યુઝીંગ ટીઇજ ધ વિન્ચી બોર્ડ એલોંગ વિથ ઇપ્સ FPGA રીઅલાઇઝેશન' નામના પ્રોજેકટ ઉપર રીસર્ચ વર્ક કરવાનું છે.

-અરજી કરવા માટેની પાત્રતા

ઇલેકટ્રોનિકસ અને ઇન્સ્ટ્રુ્રુમેન્ટેશન એન્જીનીયરીંગ, VLSI, ઇલેકટ્રોનિકસ અને કોમ્યુનિકેશન્સ એન્જીનીયરીંગમાં એમ.ટેક.ડીગ્રી ધારક ઉમેદવારો જરૂરી દસ્તાવેજો સાથે આ ત્રણ વર્ષની ફેલોશીપ માટે અરજીપાત્ર છે. પસંદ થનાર ઉમેદવારોને પ્રથમ બે વર્ષ માટે માસિક ૩૧ હજાર રૂપિયા તથા ત્રીજા વર્ષ માટે માસિક ૩પ હજાર રૂપિયા માનદ્દવેતન મળશે.  ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ર૦/૭/ર૦ર૦ છે.

-અરજી કરવા માટેની લીંક

/www.b4s.in/akila/ NIT3

. ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) તથા ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લીસમેન્ટ (DRDE) જુનિયર રીસર્ચ ફેલોશીપ ઇન બાયલોજીકલ સ્ટ્રીમ ર૦ર૦ અંતર્ગત બાયોલોજીકલ સ્ટ્રીમમાં એમ.એસ.સી. ડીગ્રી ધરાવનાર વિદ્યાર્થીઓ ઉપરોકત બંને ફેલોશીપ માટે અરજી કરી શકે છે.

-અરજી કરવા માટેની પાત્રતા

ર૮ વર્ષ સુધીની ઉંમર ધરાવતા વિદ્યાર્થીઓ કે જેઓએ લાઇફ સાયન્સ, ઝુલોજી, બાયોટેકનોલોજી, મોલેકયુલર બાયોલોજી, બાયોકેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી તથા ઇમ્યુનોલોજીમાંં એમ.એસ.સી.(M.Sc.) થયેલ ઉમેદવારોએ અરજી કરવાને બદલે તારીખ ર૮/૭/ર૦ ના રોજ બંને ફેલોશીપ માટે ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લીશમેન્ટ (DRDE) ઝાંસી રોડ, ગ્લાલીયર ખાતે ઇન્ટરવ્યું આપવાનો રહેશે. પસંદ થયેલ ઉમેદવારોને માસિક ૩૧ હજાર રૂપિયા સ્ટાઇપન્ડ, HRA તથા મેડીકલ સુવિધાઓ મળવાપાત્ર થશે.

-અરજી સંદર્ભેની લીંક

www.b4s.in/akila/ DRS4

www.b4s.in/akila/RDD7

સાયન્સ તથા એન્જીનીયરીંગ ક્ષેત્રે સમાજોપયોગી સંશોધન કરીને ઉજ્જવળ કારકિર્દી ઘડવાનો સમય આવ્યો છે ત્યારે યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, આત્મવિશ્વાસ, હકારાત્મ અભિગમ, સમાજ તથા પરિવાર માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપેજ છે સૌને બેસ્ટ ઓફ લક.

સૌજન્ય

સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

(11:21 am IST)