Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

દિકરી નં.૧: રાજકોટ સીટી વુમન્સ કલબ દ્વારા ગુરૂવારે કોમેડી નાટક

રાજકોટ,તા.૧૬: રાજકોટ સીટી વુમન્સ કલબ દ્વારા સભ્ય બહેનો માટે હવે પછીનો કાર્યક્રમ તા.૧૯ના ગુરૂવારે બપોરે ૩ કલાકે હેમુગઢવી હોલ ખાતે સૌપ્રથમ વખત નવું નકોર નાટક ''દિકરી નં.૧'' રજૂ કરવામાં આવશે. એક બહાદુર દિકરીની નદખી છતા અનોખી કથા એટલે સામાજીક સાથે કોમેડી નાટક લિખીત (મુંબઈ) દિલીપ રાવલ, દિગ્દર્શિત નિશિથ બ્રહ્મભટ્ટ તથા કલાકારો અલ્પના મજેમુદાર, ભૂમિકા પટેલ, કિંજલ ઉપાધ્યાય, ગોપાલ બારોટ, બ્રિજેશ સોલંકી, તનમય ખરસાણી, રાજવીર ઝાલા, નિશિથ બ્રહ્મભટ્ટ અને કલ્પેશ પટેલ દ્વારા નાટકની ભૂમિકા ભજવાશે.

દરેક સભ્ય બહેનોએ પોતાના આઈકાર્ડ સાથે લાવવાના રહેશે. બાળકોને લાવવાની મનાઈ છે. આ કાર્યક્રમમાં આપવામાં આવશે. નવા સભ્યોને (૨૫૦રૂ.) વળતર આપવામાં નવા સભ્યોએ ૨ ફોટા પાસપોર્ટ સાઈઝના સાથે લાવવાના રહેશે. ફોર્મ ભરવાક માટે  (૧) હીનાબેન મોદી (૯૪૨૯૯ ૭૯૧૭૩) જાગનાથ ન્યુ ૨૨નો ખૂણો મહાકાળી રોડ, (૨) દર્શના મહેતહા- (૯૪૨૯૫ ૦૨૦૪૬), યાજ્ઞિકરોડ પી.પી.ફૂલવાળાની શેરી, શ્રીનાથજી એપાર્ટમેન્ટ ૩જા માળે સંપર્ક કરવો.

તસ્વીરમાં સંસ્થાના પ્રમુખ-પ્રફૂલ્લાબેન મહેતા, ઉપપ્રમુખ- મીનાબેન વસા, ચેરમેન બિન્દુબેન મહેતા, સેક્રેટર- ઈન્દીરાબેન ઉદાણી, જોઈન્ટ સેક્રેટરી- દર્શના મહેતા, એડવાઈઝર- નીતા મહેતા,  હીનાબેન મોદી, કલ્પનાબેન પારેખ, જયશ્રીબેન ટોળીયા કમીટી, અલ્કાબેન ગોસ્વામી, પ્રીતીબેન ગાંધી નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૮)

(4:30 pm IST)