Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

દેશ પોલિયો મુકત થયો, હવે ઓરી-રૂબેલા મુકત ભારત અભિયાનમાં લોક સહયોગ જરૂરીઃ અંજલીબેન રૂપાણી

આજથી ૧ મહિના સુધી ૯ મહીનાથી ૧૫ વર્ષ સુધીનાં બાળકોને રસીરકણનાં અભિયાનનો પ્રારંભ કરાવતા ભાજપ મહીલા મોર્ચાના પ્રભારીઃ ૪ લાખ બાળકોને આવરી લેવાશે

રાજકોટ, તા.૧૬: ભારત સરકારનાશ્રી દ્વારા  રાષ્ટ્ર માંથી વર્ષ ૨૦૨૦ સુધીમાં ઓરી નાબુદ કરવા અને રૂબેલા સુરક્ષિત કરવા ઙ્કઓરી અને રૂબેલા રસીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને ઓરી અને રૂબેલા મુકત કરવના ભાગરૂપે આજે તા.૧૬ ના આત્મીય કોલેજ સેન્ટ્રલ ઓડિટોરિયમ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાજકોટ શહેર મહિલા મોરચાના પ્રભારી  અંજલીબેન રૂપાણીના  હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ.

આ શુભારંભ કાર્યક્રમની અધ્યક્ષતામાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર  બીનાબેન આચાર્ય હાજર રહેલ. આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, રાજકોટ શહેર ભા.જ.પ, પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ,અનુસુચિત જાતિ મોરચાના, રાષ્ટ્રીય મંત્રી, ભાનુબેન બાબરીયા, ડે. મેયરઅશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, નાયબ કમિશનર ગણાત્રા, નેતા શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર,આરોગ્ય સમિતિ ચેરમેન  જયમીનભાઈ ઠાકર, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, રાજકોટ શહેર ભા.જ.પ મહામંત્રી માન. કિશોરભાઈ રાઠોડ , રાજકોટ શહેર ભા.જ.પ., આત્મીય એન્જીનીયરીંગ કોલેજના ડીન  જી.બી. આચાર્ય, સ્વનિર્ભર શાળાના પ્રમુખશ્રી અજયભાઈ પટેલ, આઈ.એ.પી.ના પ્રેસિડેન્ટ ડો. દિનેશ માંનકર, આઈ.એમ.એ.ના પ્રેસિડેન્ટશ્રી હિરેન કોઠારી ઉપસ્થિત રહેલ.

આ પ્રસંગે શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીએ જણાવેલ કે દેશ આજે પોલિયો મુકત થયેલ છે ત્યારે, ઓરી-રૂબેલામાંથી પણ મુકત થાય તે ખુબજ જરૂરી છે ૧૬-જુલાઈ થી ૧ માસ ચાલનાર ઓરી-રૂબેલા રસીકરણના અભિયાનમાં તમામ વાલીઓ જાગૃત રહી પોતાના બાળકોને ઓરી-રૂબેલાનું રસીકરણ કરાવે. રાજકોટમાં આ અભિયાન ૧૦૦્રુ પૂર્ણ કરવા જણાવેલ.

આ અંગે વિશેષ માહિતી આપતા માન. મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ૯ માસથી ૧૫ વર્ષ સુધીના અંદાજીત ૪ (ચાર) લાખ બાળકોને આજ રોજ ૧૬ જુલાઈથી ૭૭૮ થી વધારે શાળા, ૩૪૪ આંગણવાડી તથા ૨૧ આરોગ્ય કેન્દ્રો પર ૧૫૦ થી વધારે વેકસીનેટર ટીમ દ્વારા મીઝલ્સ/રૂબેલા(MR) વેકસીન વિનામુલ્યે આપવામાં આવશે. આ અભિયાનમાં શિક્ષણ, આરોગ્ય, આઈ.સી.ડી.એસ., મેડીકલ એસોસિએશન, લાયન્સ કલબ, રોટરી કલબ તથા અન્યNGO સંકલન તથા એકબીજાના સહયોગ દ્વારા કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનશ્રી ઉદયભાઈ કાનગડ દ્વારા કરવામાં આવેલ તેમજ આભારવિધિ આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જયમીનભાઇ ઠકાર દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન આરોગ્ય અધિકારીશ્રી ડો. પંકજ રાઠોડ દ્વારા કરવામાં આવેલ. ઓરી તથા રૂબેલા જેવા અત્યંત ચેપી વેકસીન પ્રિવેન્ટેબલ ડીસીઝથી બચવા રાજકોટ મહાનગરપાલિકાના આ એમ.આર. કેમ્પેઈન (મીઝલ્સ-રૂબેલા રસીકરણ અભિયાન) માં દરેક રાજકોટવાસીઓને તેમના વ્હાલસોય ૯ માસથી ૧૫ વર્ષના બાળકોને પ્ય્દ્ગક રસી અપાવી ઓરી/રૂબેલા મુકત રાજકોટઙ્ખ અભિયાનને સફળ બનાવવા રાજકોટના મેયરશ્રી બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેનશ્રી ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાની, ડે. મેયરશ્રી શ્રી અશ્વિનભાઈ મોલીયા, આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જયમીનભાઈ ઠકાર તથા આરોગ્ય અધિકારીશ્રી ડો. પંકજ રાઠોડ દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

(4:30 pm IST)