Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

બીએપીએસ દ્વારા સાળંગપુરની જેમ જ રાજકોટમાં જગન્નાથજી રથયાત્રા : સંતો-અધિકારીઓએ ઠાકોરજીને વિહાર કરાવાયો

રાજકોટ : વિશ્વવંદનીય સંતવિભુતિ પૂ. પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮ મો જન્મ જયંતિ મહોત્સવ અંતર્ગત થઇ રહેલ વિવિધ સામાજીક આધ્યાત્મીક કાર્યક્રમોના ભાગરૂપે રાજકોટ બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે શ્રી જગન્નાથજી રથયાત્રાનો ઉત્સવ ભાવભેર ઉજવાયો હતો. અષાઢી બીજે દેશભરમાં ઉજવાતા આ ઉત્સવની સાળંગપુર ખાતે પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતીમાં ઉજવણી કરાઇ હતી. એજ રીતે સાથો સાથ રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પણ ઉજવણી કરાઇ હતી. જેમાં શહેર પોલીસ કમિશ્નર શ્રી ગેહલોત, જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સંતોની સાથે જોડાઇ ભગવાના રથને વિહાર કરાવવાનો લ્હાવો લીધો હતો. રથયાત્રા મંદિરેથી નીકળી અક્ષરમાર્ગ, અમીન માર્ગ, કોટેચા ચોક સર્કલ થઇ સાંજે પરત મંદિરમાં ફરી વિરામ પામી હતી. મંદિરના પ્રાંગણમાં ઠાકોરજીના રથને વિહાર કરાવાયો હતો. મોટી સંખ્યામાં હરિભકતોએ દર્શનનો લાભ લીધો હતો. (૧૬.૫)

(4:27 pm IST)