Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

મીટ એકસપોર્ટ બંધ કરાવવા પ્રાર્થના પત્ર

સમસ્ત મહાજનની ટીમે તાજેતરમાં સાળંગપુર ખાતે પૂ. મહંત સ્વામીજીના દર્શનનો સત્સંગનો લાભ લીધો હતો. મામુલી હુંડીયામણના લોભમાં ભારત સરકાર અને રાજયોની સરકારો નિર્દોષ અબોલ જીવોની હત્યામાં અજાણતા ભાગીદાર બનવા જઇ રહી છે ત્યારે મીટ એકસપોર્ટ કોઇપણ સંજોગોમાં બંધ કરાવવા અંગે ચર્ચા વિચારણા કરાઇ હતી. ભગવાનને પ્રાર્થના અને સરકારને રજુઆતનો દોર ચલાવવા નિર્ણય લેવાયો હતો. સારંગપુર ખાતે પૂ. મહંતસ્વામીને રૂબરૂ પ્રાર્થનાપત્ર અપાયેલ તે સમયની તસ્વીરમાં સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઇ શાહ, અખિલ ભારતીય સંગઠનમંત્રી મિતલ ખેતાણી, દિપકભાઇ રાણપુરા, યશ શાહ, ભાસ્કરભાઇ પારેખ વગેરે નજરે પડે છે. (૧૬.૪)

(4:27 pm IST)