Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

હું ગુજરાતનો નાથ નહીં દાસ છુ, વિકાસ એજ અમારો લક્ષ્ય : વિજયભાઇ રૂપાણી

રાજકોટ વિધાનસભા ૬૯ ની કાર્યકર્તા બેઠકમાં મુખ્યમંત્રીનું સંબોધન

રાજકોટ તા. ૧૭ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના અધ્યક્ષ સ્થાને વિધાનસભા ૬૯ બેઠકના બુથવાલી, ઇન્ચાર્જ, સહઇન્ચાર્જ માટે એક વિચારગોષ્ઠી સંમેલન યોજવામાં આવ્યુ હતુ. જેમાં ઉપસ્થિત મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સંબોધન કરતા જણાવેલ કે કાર્યકર્તાઓના બળ, પરિશ્રમ અને પુરૂષાર્થના પરિણામે જ હું મુખ્યમંત્રી બની શકયો છુ. આ હોદો પદ કે પ્રતિષ્ઠા નહીં પરંતુ પડકારો ઝીલીને કામ કરવાની વ્યાવસ્થા છે.

હું ગુજરાતનો નાથ નહીં પણ દાસ છુ. વિકાસ એજ અમારૂ લક્ષ્ય છે. રાજય સરકાર પાયાના ચાર સ્તંભ પર કામગીરી કરી રહી છે. પ્રજાનું પ્રમાણીકપણે અને પારદર્શક કામ થાય એ રીતે આપણે ઇમાનદારીથી કામ કરીએ તો લક્ષ્ય સિધ્ધ થશે.

આ તકે તેઓએ સરકારના પ્રજાભિમુખ અને લોકકલ્યાણના લેવાયેલ નિર્ણયો અંગેની માહીતી આપી હતી.

કાર્યક્રમના પ્રારંભે સ્વાગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ કરેલ.

સાંસદ મોહનભાઇ કુંડારીયા, ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી અને વિધાનસભા ૬૯ ઇન્ચાર્જ નીતિન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, ડે. મેયર અશ્વિન મોલીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ, પૂર્વ મેયર જનકભાઇ કોટક, રાષ્ટ્રીય અનુ.જાતિ મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયા, રાજુભાઇ ધ્રુવ, પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી નેહલ શુકલ, પૂર્વ ડે.મેયર દર્શીતાબેન શાહ, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, કોર્પોરેટર કશ્યપ શુકલ સહીતના અગ્રણીઓ તેમજ વિધાનસભા ૬૯  બુથાના વાલીઓ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અંતમાં આભારવિધિ મહામંત્રી કિશોરભાઇ રાઠોડે કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, રઘુભાઇ ધોળકીયા, મહેશ રાઠોડ, નિતીન ભૂત, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, માધવ દવે, રજની ગોલ, હરેશ કાનાણી, પરેશ તન્ના, અશ્વિન ભોરણીયા, કાર્યાલય પરિવારના પ્રવિણભાઇ ડોડીયા, રાજ કુંડલીયા, ચેતન રાવલ, હરીશ ફીચડીયા, કૃણાલ પરમાર, પી. નલારીયન પંડિત, વિજય મેર, ઇન્દ્રીશ ફુફાડ, રાજન ઠકકરે જહેમત ઉઠાવી હતી. (૧૬.૬)

(3:58 pm IST)