Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

મેઘરાજાએ રાજકોટ એસ.ટી.ની આવકમાં રોજનું ૧ર લાખનું ગાબડું પાડી દીધુ : ટ્રાફીકમાં ૪૦ ટકા ઘટાડો

તમામ ટ્રીપ રાબેતા મુજબ : ગામડાઓમાં પણ બસો જાય છે : જેઠવા

રાજકોટ, તા. ૧૬ : રાજકોટ સૌરાષ્ટ્રમાં સતત હળવો-ભારે વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ પંથકમાં સાંબેલાધારે વરસાદથી સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે. ગઇકાલે મેઘરાજાએ ભાવનગર જીલ્લાનો વારો કાઢી નાંખ્યો હતો.

દરમિયાન સતત વાદળા-વરસાદી માહોલને કારણે રાજકોટ એસ.ટી. ડીવિઝનની રોજની આવકમાં મેઘરાજાએ તોતીંગ ગાબડું પાડી દીધું છે.

વરસાદ પહેલા દરરોજ ૪૦થી ૪ર લાખની આવક હતી, તે હાલ ટ્રાફીકમાં-મુસાફરોમાં ધરખમ ઘટાડો થતા ૩૦થી ૩ર લાખે પહોંચી ગઇ છે.

દરમિયાન ડીવીઝનલ નિયામકશ્રી જેઠવાએ અકિલા સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું કે, શહેર જીલ્લામાં -ગામડામાં તમામ ટ્રીપો રાબેતા મુજબ છે, દરેક ગામડાઓમાં પણ બસો જાય છે, હાલ કોઇ મુશ્કેલી નથી.

(3:55 pm IST)