Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ટાઉન પ્લાનીંગમાં ભ્રષ્ટાચારની દુકાન બંધ કરવી છેઃ વિજયભાઇ

રૈયા સ્માર્ટ સીટીપ્લાનનું લોન્ચીંગઃ 'વ્યથા નહી વ્યવસ્થા'એટલે 'સ્માર્ટ સીટી'નું સુત્ર આપતાં સ્માર્ટ મુખ્યમંત્રી

 રાજકોટ,તા.૧૬: રૈયા સ્માર્ટ સીટીનાં વિકાસ નકશાનું લોન્ચીંગ ગઇકાલે સવારે ૧૦-૩૦ વાગ્યે સામાં કાઠે આવેલ અટલ બિહારી બાજપાઇ ઓડિટોરીયમ ખાતે યોજાયેલ સ્માર્ટ સીટીની નેશન સમીટમાં રાજયના સ્માર્ટ મુખ્યમંત્રી વિજયભાઇ  રૂપાણીએ કર્યુ હતું. આ પ્રસંગે તેઓએ રાજયમા સ્માર્ટ સીટી માટે લેવાયેલ અત્યાધુનિક ટેકનોલોજીના  પગલાઓનું  ઉદાહરણ આપતાં જણાવેલ કે સરકારે કોમન જી.ડી.સી.આર. અને ઓનલાઇન બિલ્ડીંગ પરમીશનની પધ્ધતિ અપનાવતાં હવે ટાઉન પ્લાનીંગ વિભાગમાં કનિદૈ લાકિઅ ભ્રષ્ટાચારની દુકાનો બંધ થઇ રહી છે. તેઓએ ટાઉન પ્લાનીંગની કલમ જેમાં સરકાર ખાસ કિસ્સામાં છુટછાટ વાળી મંજુરી આપે છે. તેનો  દુરઉપયોગ થતો અટકાવવા ભ્રષ્ટાચારની આ પણ બંધ કરવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. રૈયા સ્માર્ટ સીટીનાં વિકાસ નકશાનું લોન્ચીંગ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવેલ કે સીટીમાં ર્સ્પોટ એરીયા, સેન્ટ્રલ ગાર્ડન અટલ સરોવર જેવા ત્રણ તળાવો, બાગ બગીચા, હરિયાળી સ્વચ્છતા, શુધ્ધ ર૪ કલાક પાણી જેવી સુવિધાઓ સ્માર્ટ ટેકનોલોજીના ઉપયોગ થકી ઉપલબ્ધ બનાવાશે તથા સી.સી.ટી.વી. કેમેરા નેટવર્કથી શહેર વધુ સુરક્ષીત રાજકોટ સ્માર્ટ સીટીથી શહેરનો ઇન્ડેક્ષ'' (ખુશખુશાલ શહેર) ઉંચો આવે તેવી કલ્પના છે. જે સૌ સાથે મળીને સાકાર કરશું. આ પ્રસંગે મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડ અને મ્યુનિ. કમિશ્નર બંછાનિધી પાની એ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરેલ હતુ. આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યો અરવિંદભાઇ રૈયાણી, ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા શાસક નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજય પરમાર, પ્રદેશ ભાજપ અગ્રણી અને રાજકોટના સિનિયર કોર્પોરેટર નીતીનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાય, કોર્પોરેટર અનિલભાઇ રાઠોડ, મુકેશભાઇ રાદડિયા, સહીત દેશભરમાંથી ઉપસ્થિત વિવિધ શહેરોનાં મેયર-કમિશ્નર વગેરેના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મુખ્યમંશ્રીના હસ્તે ઇ-મેગેઝિન તથા આજીડેમે તેમણે થયેલ સોલાર પાવર ગ્રીડનું લોકાપર્ણ ઉપરાંત પોલીસ સ્ટેશનનું લોકાપર્ણ વગેરે ક્રાયક્રમો પણ અહીંથી સંપ્નન થયેલ.

આઇએમ ન્યુ ગુજરાતીઃ એપ લોન્ચીંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા વિજયભાઇ

રાજકોટ : માત્ર સમાચાર જ નહીં, પરંતુ સત્યને લોકો સમક્ષ રજૂ કરવું તે સમાચાર માધ્યમોની અગ્રીમ જવાબદારી હોવાનું તેમજ ટેકનોલોજીનો ઉપયોગ લોક કાર્યો માટે થાય તે જરૂરી હોવાનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ   અબતક મિડીયા હાઉસ દ્વારા મોબાઇલ એપ લોન્ચીંગ પ્રસંગે જણાવ્યું હતું.

ટેકનોલોજીના ઉપયોગથી ગુજરાત રાજય 'ઝીરો ટોલરન્સ કરપ્સન ફ્રી'બનવા તરફ આગળ વધી રહયાનું ગૌરવ સાથે મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ જણાવતાં કહયું હતું કે તમામ સરકારી પ્રક્રિયાઓને સમયાંતરે ઓનલાઇન કરી વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા ઉભી કરવામાં આવી રહી છે.

હાલમાં શરૂ કરાયેલ ડેસબોર્ડ ટેકનોલોજીથી વહીવટી  પ્રક્રિયા ઓનલાઇન જોઇ શકાશે તેમજ વિવિધ વિભાગની કામગીરીનો રીપોર્ટ ઓન લાઇન જોઇ શકાશે તેના પરિણામે વહીવટી પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બની જશે તેમ ટેકનોલોજીના પોઝીટીવ ઉપયોગનું ઉદાહરણ મુખ્યમંત્રીશ્રીએ આપતા જણાવ્યું હતું.

(4:13 pm IST)