Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

રૈયાધારમાં જયેશને મિત્ર હરિએ દારૂ સાથે એસિડ પણ પીવડાવી દીધું!

બંનેએ સાથે દેશી દારૂ ઢીંચ્યા બાદ મજાક-મજાકમાં વાત વણસી

રાજકોટ તા. ૧૬: રૈયાધારમાં રહેતાં અને કડીયા કામની મજૂરી કરતાં જયેશ હમીરભાઇ બગડા (વણકર) (ઉ.૩૮)ને સાંજે છએક વાગ્યે ઘર નજીક તેના જ મિત્ર હરિએ દારૂ સાથે એસિડ ભેળવીને પાઇ દેતાં તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. જયેશના કહેવા મુજબ તે બે ભાઇ અને એક બહેનમાં બીજો છે અને સંતાનમાં એક પુત્રી તથા બે પુત્ર છે. પોતે સાંજે મિત્ર હરિ સાથે દેશી દારૂ પીવા બેઠો હતો. મજાક-મજાકમાં વાત વણસતાં મિત્ર હરિએ નજર ચુકવી દારૂમાં થોડુક એસિડ ભેળવી દીધું હતું. તેનાથી પોતે અજાણ હોઇ ઘૂંટડો ભર્યા બાદ બળતરા ઉપડતાં હરિને પુછતાં તેણે એસિડ ભેળવ્યાનું કહેતાં માથાકુટ થતાં પોતાને ઇંટ પણ ફટકારી દીધી હતી. એ પછી પોતે સારવાર માટે દાખલ થયો હતો. પોલીસે જયેશનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(3:47 pm IST)