Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

રાજકોટ એરપોર્ટનો નવો રન-વે બનવામાં હજુ બે મહિના લાગશે

ત્રીજી વખત મુદ્દત લંબાવવી પડીઃ હવે સમય નહી વધારાયઃ તાકિદ કરાઈ

રાજકોટ, તા. ૧૬ :. ગત ચોમાસા દરમિયાન રાજકોટ એરપોર્ટનો રન-વે ધોવાઈ ગયો હતો. જેના લીધે રાજકોટથી ટેકઓફ થતી તમામ ફલાઈટને મુશ્કેલી પડતી હતી.

ગત નવેમ્બર માસથી નવો રન-વે બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી જે એપ્રિલમાં પુરી થવાની હતી પરંતુ ૬ હજુ સુધી રન-વેનું કામ પુરૂ થયુ નથી. બે વખત રન-વે પૂર્ણ કરવાની મુદત પણ લંબાવી પડી હતી. અગાઉ મે માસના અંત સુધીમાં અને હવે વધુ બે મહિના લંબાવીને ૩૧ જુલાઈ સુધીમાં કામ પુરૂ કરવાનો ટાર્ગેટ રખાયો છે. આ ત્રીજી વખત મુદત વધારાઈ છે, દરમિયાન દિલ્હી એરપોર્ટ ઓથોરીટીએ હવે મુદત નહી વધારાય  તેવી તાકિદ  કરી દીધી છે.(૨-૪)

 

(11:23 am IST)