Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

શ્રી સ્‍વામીનારાયણ ભગવાનનો જન્‍મઃ શ્રી હરી પ્રાગટય

સર્વોવતારી શ્રી હરીએ પૃથ્‍વી પરના અનંત પૂર્વોને ઉધ્‍ધારવા માટે અવતાર ધારણ કરવાનો સંકલ્‍પ કરીને ધર્મ દેવના マદયમાં પ્રવેશ કર્યો ત્‍યારથી ધર્મદેવનું રૂપ બદલાઇ ગયું શ્રી હરીની કૃપાથી દિવ્‍ય તેજ કરેલ આ ધર્મદેવને સોૈ કોઇ હરીપ્રસાદ કહીને બોલાવવા લાગ્‍યા શ્રી ધર્મદેવ દ્વારા શ્રી હરીએ હવે ભકિતમાતામાં પ્રવેશ કર્યો તેથી ભકિતમાતાના ઉદરમાં અનંત કોટી બ્રહ્માંડનો ઘણી શોભાયમાન થઇ ગયા઼ ભકિતદેવીમાં પણ આ પ્રાણ પ્‍યારાનો અતિશય પ્રેમ પૂર્વક ઉદરમાં ધરીને પ્રેમ મૂર્તિ બની ગયા.

તેથી સોૈ તેને પ્રેમવંતી કહીને બોલાવવા લાગ્‍યા સમયજતા સર્વોવતારી શ્રી હરીએ પુત્ર રૂપે પ્રગટી પૃથ્‍વીને પાવન કરી દીધી. આ સર્વોતમ સમય હતો. સવંત ૧૮૩૭ ની ચેત્ર સુદી ૯ નોમ ની તીથી અને સોમવાર રાત્રે ૧૦ કલાકે ૧૦ મીનીટ રાત્રીના પ્રભુ પ્રગટયાથી ધર્મ ભકિતને પુત્ર સ્‍વરૂપે પ્રગટ પ્રભુના સુખથી અનુભુતી થવા લાગી સોૈ કુટુંબીજનો પણ આનંદ કરી શાષા મુજબ સતકર્મ સંસ્‍કાર કરીને વિપ્ર બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને તૃપ્‍ત કર્યા ધન જેવા જે શ્‍યામ છે.

તેથી ઘનશ્‍યામ નામ રાખ્‍યું છે! પ્રભુ દર્શનથી માર્કેડયમુની ત્રિકાલ દ્રષ્‍ટિ અને જયોતિષ હતા. તેથી ધર્મદેવ પણ પોતાના પુત્ર ઘનશ્‍યામની નામાભિધાન માટે વિનંતી કરી ત્‍યારે માંર્કેડયમુનીએ કહયું તમારો પુત્ર કંઇ જ જુદી જ પ્રતિમા ધરાવે છે. તમારા પુત્રના ચરણમાં ૧૬ ચિન્‍હ છે. આ બધાજ ચિન્‍હપરથી એવુ જણાય છે. કે તમારો પુત્ર સર્વગુણ સંપન્ન બનશે.

વળી કર્ક રાશીમાં જન્‍મ હોવાથી બીજાના દુઃખો દુર કરવાની પ્રકૃતિ હોવાથી શ્રી હરી એવુ નામ રાખજો ચૈત્ર માસમાં જન્‍મ હોવાથી સોૈને આર્કષિત કરવાની ક્ષમતા હોવાથી શ્રી કૃષ્‍ણ નામ સાર્થક થશે વળી બન્ને નામો મળીને શ્રી હરીકૃષ્‍ણ એવા નામે વિખ્‍યાત થશે શ્રી સ્‍વામીનારાયણ મહામંત્ર ઉધ્‍ધવ સંપ્રદાયના અને વિશીષ્‍ટ દેવ મંત્રનું પ્રતિપાદન કર્યુ? જયશ્રી સ્‍વામીનારાયણ નમઃ જયશ્રી હરી કૃષ્‍ણ નમઃ જયશ્રી રામ નમઃ

(3:03 pm IST)