Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ધ સીટી સેન્‍ટરની મુલાકાતે રૂપાલાજી

આર. કે. ગ્રુપ દ્વારા નિર્મિત ધ સિટી સેન્‍ટર, રૈયા રોડ ખાતે રાજકોટના લોકસભાના ઉમેદવાર શ્રી પુરૂષોત્તમ રૂપાલા એ મુલાકાત લીધી હતી અને સીટી સેન્‍ટરના વિવિધ વ્‍યવસાયિકો વેપારીઓ તથા ઉપસ્‍થિત ગ્રાહકો અને આમ્રપાલી વિસ્‍તારના સ્‍થાનિક લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ પ્રસંગે ભાજપના અન્‍ય અગ્રણી નેતાઓ રામભાઇ મોકરિયા, ભરતભાઇ બોઘરા, દર્શિતાબેન શાહ, જૈમિનભાઇ ઠકકર, મુકેશભાઇ દોશી, માધવભાઇ દવે, અને મનીષભાઇ રાડિયા ઉપસ્‍થિત રહ્યા હતા. ધ સીટી સેન્‍૭ર તરફથી શ્રી રૂપાલાનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે આર. કે. ગ્રુપના સંચાલકો સર્વાનંદભાઇ સોનવાણી તથા કમલભાઇ સોનવાણી તથા હરીશભાઇ લાખાણી અને ધ સીટી સેન્‍ટર એસોસિએશનના પ્રમુખ વિશાલભાઇ મહેતા પણ ઉપસ્‍થિત રહ્યા હતા અને સીટી સેન્‍ટરના સ્‍વાગત કાર્યક્રમમાં ઉત્‍સાહથી જોડાયા હતા.

(2:35 pm IST)