Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

રૂા. એક લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીને છ માસની સજા કોર્ટે ફરમાવી

રાજકોટ તા. ૧૬: રાજકોટ ખાતે રમેશભાઇ સામતભાઇ પિઠમલે અને ભુપતભાઇ રવજીભાઇ શીયાણી કે જેઓ મિત્રતાનો સબંધ ધરાવતા હોય મિત્રતાને દાવે વગર વ્‍યાજે હાથઉછીની રકમ રૂા. ૧,૦૦,૦૦૦/- સબંધના દાવે આપેલ હોય અને તે રકમ પરત ચુકવવા માટે ભુપતભાઇ રવજીભાઇ શીયાણીએ ચેક આપેલ હોય જે ચેક રિર્ટન થતા ચેક રિર્ટનના કેસમાં રાજકોટની કોર્ટે આરોપીને છ માસની સજાનો હુકમ ફરમાવેલ.

આ કેસની હકીકત એવી છે કે રાજકોટ ખાતે રહેતા રમેશભાઇ સામતભાઇ પિઠમલને કાલાવડ મુકામે રહેતા ભુપતભાઇ રવજીભાઇ શિયાણી સાથે મિત્રતાના સબંધ હોય. ભુપતભાઇ રવજીભાઇ શિયાણીને પોતાના અંગત જરૂરીયાત માટે નાણાંની જરૂરીયાત ઉભી થયેલ હોય જેથી ભુપતભાઇએ પોતાના મિત્ર રમેશભાઇને પોતાને રૂપિયાની અંગત જરૂરીયાત જણાવતા રૂા. ૧,૦૦,૦૦૦/- ની માંગણી કરેલ અને રમેશભાઇ એ પોતાના મિત્રને મદદરૂપ થવાના હેતુથી રૂા. ૧,૦૦,૦૦૦/- વગર વ્‍યાજે ભુપતભાઇને થોડા સમય માટે રકમ આપેલ જે રકમ થોડા સમય બાદ પોતાને જરૂરીયાત ઉભી થતા પરત માંગેલ ત્‍યારે ભુપતભાઇએ રકમ ચુકવવા પોતાના બેંકના ખાતનો ચેક આપેલ.

સદરહું ચેક બેંકમાં પાસ થવાનો વિશ્‍વાસ પણ આપેલ જેથી રમેશભાઇને મળેલ ચેક ભુપતભાઇના કહેવા અનુસાર બેંકમાં પાસ કરાવવા માટે રજુ કરેલ ત્‍યારે સદરહું ચેક ઇનસફીસયન્‍૭ ફંડના શેરા સાથે પરત ફરેલ. જેથી રમેશભાઇએ કાયદા તળે પોતાના વકીલ મારફત લીગલ નોટીસ પાઠવેલ અને નામદાર કોર્ટમાં ધિ નેગોશીયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ-૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલ. જે ફરીયાદ રાજકોટના કોર્ટમાં ચાલી જતા તમામ પુરાવાઓ અને ફરીયાદીના એડવોકેટ શ્રી અશોક એમ. અગ્રાવતની દલીલો અને ઉચ્‍ચ ન્‍યાયાલયના ચુકાદાઓ ધ્‍યાને લઇ આ કામના આરોપી ભુપતભાઇને છ માસની સાદી કેદની તથા વાર્ષિક ૬%ના દરે વ્‍યાજ ચુકવી આપવાનો હુકમ ફરમાવેલ.

સદરહું કામે ફરીયાદી વતી રાજકોટના યુવા ધારાશાસ્‍ત્રી શ્રી વિમલ એસ. માનસાતા, અશોક એમ. અગ્રાવત, ચિરાગ જે. સોલંકી રોકાયેલા હતા.

(2:23 pm IST)