Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

રાજકોટના અક્ષર માર્ગ ઉપર આવેલ અતિ કિંમતી ફલેટનો વેચાણ દસ્‍તાવેજ રદ કરવાનો દાવો સિવિલ કોર્ટ દ્વારા રદ્દ

ધારાશાષાી શ્‍યામલભાઇ સોનપાલની દલીલો ધ્‍યાને લઇ સિવિલ કોર્ટનો ચુકાદો

રાજકોટ તા. ૧૬ : અગાઉ રાજકોટના રહેવાસી અને હાલ વડોદરા મુકામે રહેતા દમયંતીબેન મેતાએ રાજકોટનાં અક્ષર માર્ગ ઉપર આવેલ પોતાની માલિકીનો અતિ કિંમતી ફલેટ રાજકોટના દિપકભાઈ સાંગાણીને વેચાણ દસ્‍તાવેજથી વેચાણ આપેલ જે દસ્‍તાવેજ રદ કરવા દમયંતીબેનએ રાજકોટની સિવીલ કોર્ટમાં દિપકભાઈ સાંગાણી વિરૂઘ્‍ધ દાવો દાખલ કરતા, કોર્ટએ પ્રાથમિક તબકકે જ તે દાવો રદ કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની ટુંકમાં વિગત એવી છે કે, અગાઉ રાજકોટના અક્ષર માર્ગ ઉપર ઓળખાતા ‘‘રાતરાણી એપાર્ટમેન્‍ટ'' માં રહેતા દમયંતિબેન નવીનભાઈ મેતા એ પોતાની માલિકીનો રાતરાણી એપાર્ટમેન્‍ટમાં આવેલ ફલેટ રાજકોટના રહેવાસી દિપકભાઈ મગનલાલ સાંગાણીને રૂા. ૧ કરોડમાં વેચાણ આપેલ અને દિપકભાઈ સાંગાણીની તરફેણમાં ગત તા. ૦૪/૦ર/ર૦૧૩ ના રોજ રજી. વેચાણ દસ્‍તાવેજ કરી આપલે , પરંતુ દમયંતિબેન વૃઘ્‍ધ ઉંમરના હોય તથા ખરીદનાર દિપકભાઈ સાંગાણી સાથે પારીવારીક સંબંધો ધરાવતા હોય, તે સબંધના દાવે ખરીદનાર દિપકભાઈ સાંગાણીએ દમયંતિબેનને ફલેટમાં રહેવા માટે પરવાનગી આપેલ.

ત્‍યારબાદ ગત તા. ૧ર/૦૪/ર૦ર૩ ના રોજ દમયંતીબેન મેતાએ તેમના પુત્ર દિનેશભાઈ નવીનભાઈ મેતાને પાવર ઓફ એર્ટની આપી રાજકોટની સીવીલ કોર્ટમાં દિપકભાઈ સાંગાણી વિરૂઘ્‍ધ એવા મતલબનો દાવો દાખલ કરેલ કે, તેણીએ પોતાની અંગત લોન ભરપાઈ કરવા માટે થઈને દિપકભાઈ સાંગાણી પાસેથી હાથ ઉછીની રકમ લીધેલ જેની સીકયુરીટી પેટે સદરહુ વેચાણ દસ્‍તાવેજ કરવામાં આવેલ હતો. પરંતુ તેણીએ કટકે કટકે રૂા. ૪૩ લાખ દિપકભાઈને રોકડા જ ચુકવી આપેલ હોવા છતાં તેમજ બાકીની રકમ પોતે ચુકવવા તૈયાર હોવા છતાં દિપકભાઈ ફલેટનો વેચાણ રાજકોટનાં અક્ષર માર્ગ ઉપર આવેલ અતિ કિંમતી ફલેટનો વેચાણ દસ્‍તાવેજ રદ કરવાનો દાવો સિવીલ કોર્ટ દ્વારા રદ ધારાશાસ્‍ત્રી શ્‍યામભાઈ સોનપાલની દલીલો ઘ્‍યાન ેલઈ સિવીલ કોર્ટનો ચુકાદો.

દસ્‍તાવેજ રદ કરી આપતા ન હોય તેમજ દિપકભાઈને કાનુની નોટીસ પાઠવવા છતાં વેચાણ દસ્‍તાવેજ રદ કરી આપેલ ન હોય, એવા કારણોસર વેચાણ દસ્‍તાવેજ રદ કરવા દિપકભાઈ સાંગાણી વિરૂઘ્‍ધ ગત તા. ૧ર/૦૪/ર૦ર૩ના રોજ રાજકોટની સિવીલ કોર્ટમાં દાવો દાખલ કરેલ.

સદરહુ દાવાની નોટીસ પ્રતિવાદી દિપકભાઈ સાંગાણીને બજતા દિપકભાઈ સાંગાણીએ પોતાના એડવોકેટ મારફત સી.પી.સી. ઓર્ડર-૭, રૂલ-૧૧ની જોગવાઈઓ હેઠળ ની અરજી આપી દાવો સમય મર્યાદા બાહાર હોય, તેમજ દાવો દાખલ કરવા વાદીને કોઈ કારણ ઉત્‍પન્‍ન થયેલ ન હોય જેથી વાદીનો દાવો રદ કરવા અરજી દાખલ કરેલ.

સદરહુ અરજીની સુનવણી વખતે પ્રતિવાદી તરફે રોકાયેલ એડવોકેટ શ્રી શ્‍યામલભાઈ સોનપાલએ સી.પી.સી. ઓર્ડર-૭, રૂલ-૧૧ ની જોગવાઈઓ તથા વાદીએ દાખલ કરેલ દાવા અરજી ઉપર વિસ્‍તૃત દલીલો કરી પોતાની દલીલના સમર્થનમાં નામ. સર્વોચ્‍ચ અદાલતના તાજેતરના ચુકાદાઓ તથા ગુજરાત હાઈકોર્ટ અને અન્‍ય હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી વાદીનો દાવો સમય મર્યાદા બહારનો હોય તેમજ વાદીના દાવાને કોઈ કારણ ઉત્‍પન્‍ન થયેલ ન હોય તેવું ઠરાવી વાદીનો દાવો રદ કરવા દલીલો કરેલ.

બન્‍ને પક્ષોની દલીલો પૂર્ણ થતા રાજકોટના એડી. સીની. સિવીલ જજ શ્રીએ વાદીએ દસ્‍તાવેજમાં દર્શાવેલ અવેજની પુરેપુરી રકમ સ્‍વીકારીને જ વર્ષ-ર૦૧૩ માં વેચાણ દસ્‍તાવેજ પ્રતિવાદીને કરી આપેલ હોય જેથી વાદીને દાવાનું કોઈ કારણ ઉત્‍પન્‍ન થયેલ ન હોય વાદીનો દાવો લીમીટેશન એકટની જોગવાઈઓ મુજબ સમય મર્યાદા બહારનો હોય તેવું ઠરાવી વાદીનો દાવો રદ કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામના પ્રતિવાદી દિપકભાઈ સાંગાણી વતી ગુજરાતના પ્રખ્‍યાત ધારાશાસ્‍ત્રી સર્વ શ્રી શ્‍યામલભાઈ સોનપાલ, મનોજભાઈ તંતી, નિલેષભાઈ વેકરીયા, મલ્‍હારભાઈ સોનપાલ તથા લીગલ આસીસ્‍ટન્‍ટ તરીકે કુ. ખુશી એ. પંડયા તથા કુ. દિવ્‍યા જાની રોકાયેલ હતા.

(11:36 am IST)