Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

રાજકોટમાં રસીકરણ ધીમુઃ ૩ મહીનામાં ર.ર૬ લાખને જ વેકસીન અપાઇઃ છેલ્લા ૪ દિ'માં ૧૩ હજારનું વેકસીનેશન

શરૂઆતના તબકકામાં સામાન્ય લોકો રસીકરણ માટે અચકાતા હોઇ સંખ્યા થતી ન હતી માર્ચમાં કેમ્પો યોજાયા ત્યારે સંખ્યા વધી પણ હવે કોરોના સંક્રમણ વધતા રસીકરણ ધીમુ પડી ગયું

રાજકોટ તા.૧૬ : શહેરમાં જાન્યુઆરી ૧પ થી કોરોના સામે રક્ષણ આપતી વેકસીન મુકવાનું  અભિયાન શરૂ થયું છે જે અંતર્ગત છેલ્લા ૩ મહિનામાં ર-ર૬ લાખ લોકોનુ રસીકરણ થયું છે એ હીસાબે રસીકરણ થોડુ ધીમુ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત આકડાઓ મુજબ પ્રથમ તબકકામાં ડોકટરોની કેટેગરીમાં ૧૬પ૧૮ તબીબોને વેકસીન અપાયેલ બીજા તબકકામાં નર્સીંગ સ્ટાફ હોસ્પીટલ સ્ટાફના રપપ૯૧ને વેકસીન અપાયેલ અને ત્રીજા તબકકામાં ૬૦ વર્ષથી ઉપરના ૯ર,૩૩૪ વૃધ્ધોને રસી અપાઇ હતી.

જયારે હાલમાં ૪પ થી ૬૦ વર્ષની વયજુથના લોકોને રસી આપવાનો ચોથો તબકકો ચાલુ છે જેમાં ૯૧,૯પ૬ લોકોને વેકસીન અપાઇ છે.

આમ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં એટલે કે આજસુધીમાં કુલ ર,ર૬,૩૯૭ લોકોનું રસીકરણ થયું છે.

જયારે છેલ્લા ૪ દિવસમાં એટલે કે તા.૧રના રોજ ૩૮૪૪,, તા.૧૩ ના રોજ ૩રપ૪ અને તા.૧૪ ના રોજ ૩પપ૮ તેમજ તા.૧પના રોજ ર૮ર૮ એમ કુલ ૧૩,૪૯૪ લોકોનું વેકસીનેશન થયું છે.

(4:09 pm IST)