Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

જિલ્લા પંચાયતની સામાન્ય સભા ફટાફટ પુર્ણઃ કોરોના સંદર્ભ રૂ. પપ લાખ ફાળવાયાઃ સમિતિઓની રચના

બાંધકામમાં કયાડા, શિક્ષણમાં ગીતાબેન ટીલાળા, આરોગ્યમાં જયોત્સનાબેન અધ્યક્ષ : સામાન્ય સભામાં પ સભ્યો ગેરહાજરઃ સ્થળ પર થયા કોરોના ટેસ્ટઃ જેતપુર પંથકના એક સભ્યને સમિતિમાં અધ્યક્ષ પદ ન મળતા આક્રોશ ઠાલવ્યોઃ ડી. ડી. ઓ. પણ ગેરહાજરઃ કોરોના માટે સભ્યોની ગ્રાન્ટમાંથી એક-એક લાખ અને પ્રમુખ તથા ડી. ડી. ઓ.ની ગ્રાન્ટમાંથી દસ-દસ લાખની ફાળવણી

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભાના સ્થળે પ્રમુખ અને સમિતિઓના જાહેર થયેલા અધ્યક્ષોની સમુહ તસ્વીર, પ્રમુખ ભુપત બોદરે તમામ અધ્યક્ષો - સભ્યોને શુભેચ્છા પાઠવી હતી.

રાજકોટ તા. ૧૬ :.. જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે સવારે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ રૈયા રોડ, ખાતે પ્રમુખ ભૂપત બોદરની અધ્યક્ષતામાં મળેલ. કુલ ૩ સભ્યોએ ૧૭ પ્રશ્નો પૂછેલ પણ કોરોના સંક્રમણની સ્થિતિ ધ્યાને રાખીને હાલ પ્રશ્નકર્તા સભ્યો પી. જી. કયાડા, અર્જુન ખાટરિયા અને ગીતાબેન ટીલાળાએ લેખિત જવાબ સ્વીકારેલા અને ચર્ચા  કરવાનું ટાળ્યું હતું. સભા સમિતિઓની રચના સહિતની કામગીરી બાદ ૧પ મીનીટમાં પુર્ણ થઇ હતી. જેતપુર પંથકના એક સભ્યના સ્વજની અધ્યક્ષ પદ ન મળવા અંગે આક્રોશ ઠાલવ્યો હતો.

અર્જુન ખાટરિયાએ સભ્યોની ગ્રાન્ટમાંથી એક-એક લાખ રૂપિયા કોરોના ટેસ્ટની કીટ માટે ફાળવી શકાય તેવુ સુચન કરેલ તેને શાસકોએ આવકાર્યુ હતું. ડી. ડી. ઓ. અનિલકુમાર રાણાવાસિયા આજની સભામાં ગેરહાજર હતાં. સભ્યો સહિત સૌ માટે કોરોના ટેસ્ટ ફરજીયાત હતો. અમૂક સભ્યો ગેરહાજર રહેલ. ચાર-પાંચ, સભ્યોએ કોરોનાના કારણે આવવાનું ટાળ્યાનું કહેવાય છે.

આજે પંચાયતની સમિતિઓની રચના કરી દેવામાં આવી છે. હવે પછી જે તે સમિતિની બેઠકમાં અધ્યક્ષની વિધિવત વરણી કરવામાં આવશે. કારોબારી અધ્યક્ષ તરીકે અગાઉથી સહદેવસિંહ જાડેજાને જાહેર કરાયેલ. આજે કારોબારી સભ્ય તરીકે ભાવનાબેન બાંભરોલિયા, દક્ષાબેન રાદડિયા, સવિતાબેન ગોહેલ, ભૂપત સોલંકી, કંચનબેન બગડા, ભાનુબેન બી. બાબરીયા, પ્રવિણાબેન રંગાણી અને સુમાબેન લુણાગરીયાને સ્થાન અપાયું છે.

અન્ય સમિતિના અધ્યક્ષોની નામાવલી નીચે મુજબ છે. અપીલ સમિતિમાં હોવાની રૂએ પંચાયત પ્રમુખ વડા હોય છે.

  સમિતિ        અધ્યક્ષ

કારોબારી       સહદેવસિંહ જાડેજા

સામાજિક ન્યાય મોહનભાઇ દાફડા

શિક્ષણ  ગીતાબેન ટીલાળા

જાહેર આરોગ્ય  જયોત્સનાબેન પાનસુરીયા

અપીલ ભુપત બોદર

બાંધકામ        પી. જી. કયાડા

મહિલા બાળ વિકાસ    સુમિતાબેન ચાવડા

સિંચાઇ સહકાર જયંતીભાઇ બરોચિયા

સભ્યોની ગ્રાન્ટમાંથી એક - એક લાખ તથા પ્રમુખ અને ડી. ડી. ઓ. ની ગ્રાન્ટમાંથી દસ-દસ લાખ મળી કુલ રૂ. પપ લાખ કોરોના ટેસ્ટીંગ અને સારવાર-સુવિધા માટે આરોગ્ય વિભાગના હવાલે મૂકવાનું ઠરાવાયું હતું.

(3:11 pm IST)
  • કોગ્રેસના જનરલ સેક્રેટરી રણદીપ સુરજેવાલાને કોરોના વળગ્યો છે access_time 1:16 pm IST

  • કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર કોરોના સંક્રમિત થતા ટ્વીટ કરીને આપી જાણકારી : છેલ્લા 2 - 3 દિવસમાં એમના સંપર્કમાં આવેલ દરેકને ટેસ્ટ કરાવવા કરી અપીલ access_time 6:03 pm IST

  • હરિદ્વાર મહાકુંભમાં સામેલ થયેલા નિર્વાણી અખાડાના મહામંડલેશ્વર કપિલનું કૈલાશ હોસ્પિટલમાં કોરોનાથી નિધન: હરિદ્વારમાં કુંભ મેળામાં છેલ્લા ચાર દિવસમાં કોરોનાના 1701 નવા કેસ મળ્યા: કુંભ મેળા ક્ષેત્રમાં સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા 2000 સુધી વધી શકે access_time 12:04 am IST