Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

કોરોનાથી રત્નકલાકારો અને મધ્યમવર્ગની હાલત કફોડી : ખર્ચાળ ખાનગી સારવાર લઇ શકતા નથી

કોરોના વાયરસથી થતા રોગને આયુષ્યમાન અને માં અમૃતમ કાર્ડમાં સામેલ કરવા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા મુખ્યમંત્રી- આરોગ્યમંત્રીને રજુઆત

રાજકોટ તા. ૧૬ : સમગ્ર દેશ સહિત આપણે સૌ કોરોના વાયરસ સામે લડી રહ્યા છીએ ત્યારે સરકારી હોસ્પિટલમા બેડ ખાલીના હોવાના કારણે મોટા પ્રમાણમાં હીરાઉધોગના રત્નકલાકારો સહિત ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ સારવાર ખુબ ખર્ચાળ હોય છે. ત્યારે ભારત સરકારની આયુષ્યમાન ભારત યોજના અને ગુજરાત સરકારની અમૃતમ યોજનામા કોરોના વાયરસથી થતા રોગનો સમાવેશ કરવા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત  દ્વારા ર મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી અને રાજયપાલને પત્રો લખી જુઆત કરવામા આવી છે.
હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો સહિત ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને અમૃતમ યોજના અને આયુષ્યમાન ભારત યોજના હેઠળ પ્રાઇવેટ હોસ્પિટલમા કોરોના વાયરસ ની વિના મૂલ્યે સારવાર મળે તો રત્નકલાકારો ને અને અન્ય લોકો ને આર્થિક બોજા ના ડુંગર તળે થી બચાવી શકાય તેમ હોવાનું ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશભાઇ જીલરીયા (મો.૮૭૫૮૮ ૦૬૦૯૭) અને ઉપપ્રમુખ ભાવેશભાઇ ટાંક (મો.૯૯૭૮૪ ૩૮૮૩૦) એ રજુઆતના અંતમાં જણાવેલ છે.

 

(3:06 pm IST)