Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

નવાગામમાં મોબાઇલ ફોનમાં આઇડી પર ક્રિકેટનો સટ્ટો રમતાં બે પકડાયા

ક્રાઇમ બ્રાંચે સુલેમાન અને નિલેષ ઉર્ફ મોન્ટુને પકડ્યા

રાજકોટ તા. ૧૬: નવાગામ મેઇન રોડ પર જલારામ ટ્રાન્સપોર્ટ સામે બે શખ્સ ફોનમાં આઇડી પર ક્રિકેટ મેચનો સટ્ટો રમતાં હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચને બંનેને પકડી લઇ રોકડા રૂ. ૫ હજાર, મોબાઇલ ફોન મળી દસ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસે જામનગર રોડ બજરંગવાડી ૨૫ વારીયા શેરી નં. ૧૪માં રહેતાં સુલેમાન કરિમભાઇ કટારીયા (ઉ.૩૭) તથા જામનગર રોડ નાગેશ્વર પટેલ ચોક સેલિબ્રેશન એપાર્ટમેન્ટ ત્રીજા માળે રૂમ નં. ૩૦૪માં રહેતાં નિલેષ ઉર્ફ મોન્ટુ રાજશેભાઇ ગોહેલ (ઉ.૩૦)ને પકડી લીધા હતાં. એસીપી ક્રાઇમ ડી.વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજા તથા ટીમના જયેશભાઇ નિમાવત, રાજદિપસિંહ ગોહિલ, ચેતનસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ પરમાર સહિતે આ કામગીરી કરી હતી. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જૂગારની બદ્દી નાબુદ કરવા આપેલી સુચના અંતર્ગત આ કામગીરી થઇ હતી.

(1:02 pm IST)