Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

સાધના સોસાયટીમાં પેવિંગ બ્‍લોકનું ખાતમૂહૂર્ત

 

રાજકોટ શહેરના વોર્ડ નં. ૧૭ સાધના સોસાયટી શેરી નં. ૧ની પેટા બંધ શેરીમાં કોર્પોરેટર અનીતાબેન ગૌત્તમગીરી ગોસ્‍વામીની ગ્રાન્‍ટમાંથી પેવિંગ બ્‍લોકના કામનું ખાતમૂહૂર્ત વોર્ડ નં.૧૭ ના કોર્પોરેટર રાવજીભાઇ મકવાણાના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે વોર્ડ નં.૧૭ ના પ્રમુખ જેન્‍તીભાઇ નોંધણવદરા, મહામંત્રીઓ યોગેશભાઇ ભટ્ટ, જગદીશભાઇ વાઘેલા, ગૌત્તમગીરી ગોસ્‍વામી, બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ ચંદુભાઇ ગરનારા, ડો. રીંકલ મેંઘાણી, વિરેનભાઇ ચાવડા, ચિરાગભાઇ ભટ્ટ, અમુભાઇ મકવાણા તેમજ સ્‍થાનિક જેરામભાઇ પટેલ, અરૂણભાઇ પટેલ, પ્રકાશભાઇ પટેલ, હસુભાઇ પટેલ, નીતીનભાઇ પટેલ, મનજીભાઇ પટેલ તેમજ નીલમબેન વેકરીયા, ઇલાબેન પટેલ, ભાનુબેન પટેલ, રેખાબેન પટેલ સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:54 pm IST)