Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

બેડી ચોકડી પાસે બ્રીજ નીચેથી અજય બારૈયા દારૂની ૨૪ બોટલ સાથે પકડાયો

બી-ડીવીઝન પોલીસનો દરોડો : રૂા. ૧૨ હજારનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ,તા. ૧૬ : બેડી ચોકડી નજીક બ્રીજ નીચે બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂની ૨૪ બોટલ સાથે એક શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ બેડી ચોકડી નજીક બીજ નીચે એક શખ્‍સ દારૂના જથ્‍થા સાથે ઉભો હોવાની બાતમી મળતા બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્‍સ. એ.જે.બસીયા તથા કોન્‍સ. ભાનુશંકરભાઇ ધાંધલ સહિતના સ્‍ટાફે બ્રીજ નીચે દરોડો પાડી રૂા. ૧૨૦૦૦ની કિંમતની વિદેશી દારૂની ૨૪ બોટલ સાથે મનસુખભાઇ બારૈયા (ઉવ.૩૨) (રહે. રામનાથપરા ભવાનીનગર શેરી નં. ૪) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:03 pm IST)