Gujarati News

Gujarati News

News of Tuesday, 16th March 2021

રોશની સમિતિનાં ચેરપર્સન જયાબેન ડાંગર જાહેર થતા : અભિનંદન વર્ષા

તમામ પદાધિકારીઓ-સાથી કોર્પોરેટરો અને શુભેચ્છકોનો આભાર માનતાં જયાબેન હરિભાઇ ડાંગર

રાજકોટ : મ.ન.પા.ની રોશની કમીટીનાં ચેરપર્સન પદે વોર્ડ નં. ૧૩નાં કોર્પોરેટર જયાબેન હરિભાઇ ડાંગર સતત બીજી ટર્મમાં ચૂંટાઇ અને રોશની સમિતિના ચેરપર્સનની જવાબદારી સંભાળનાર છે. ત્યારે જયાબેનને શુભેચ્છો, સાથી કોર્પોરેટરો મતદારો દ્વારા સતત શુભેચ્ઋા મળી રહી છે. આ તકે જયાબેને પાર્ટીનાં હોદેદારો, સાથી કોર્પોરેટરો અને પદાધિકારીઓનો જાહેર આભાર માન્યો છે. જયાબેન આવતીકાલે સવારે તેમનો ચેરપર્સનનો સતાવાર ચાર્જ સંભાળનાર છે.

(4:01 pm IST)