Gujarati News

Gujarati News

News of Tuesday, 16th March 2021

ઈસ રાહમેં હૈ કંઈ બાદલ કાલે,દિલ ચાહતા હૈ હર દમ સાથ ચલે

એક, દો, તીન...: રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પસંદ થયેલા ભૂપત બોદરએ આજે ઉમેદવારી કરતા પૂર્વે જિલ્લા ભાજપ કાર્યાલયની મુલાકાત લીધેલ. ત્યાં જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયાએ તેમને આવકાર્યા હતા. આ તકે ઉપસ્થિત રાજકોટ જિલ્લા સહકારી બેંકના ડીરેકટર અરવિંદ તાળાએ બન્નેની વચ્ચે ઉભા રહીને યાદગાર ફોટો પડાવ્યો હતો. બન્ને તરફ મજબૂત પડખા હોવાનો તેમને આનંદ હતો. સ્થાનિક રાજકારણ અને સહકારી ક્ષેત્રમાં તાળાની ભૂમિકા ઘણીવાર 'ચાવીરૂપ' રહી છે. ત્રણેય જાણે છે કે અત્યારના રાજકારણમાં 'તાળા' અને 'ચાવીઓ' સમય સંજોગો મુજબ બદલાતી રહે છે. 'ઝુડો' સાથે હોય એનુ વધુ મહત્વ છે.

(3:47 pm IST)