Gujarati News

Gujarati News

News of Tuesday, 16th March 2021

માલવીયા અને તાલુકા પોલીસની ડ્રાઇવમાં ૧૩પ લીટર દેશી દારૂ સાથે ૧૩ પકડાયા

રાજકોટઃ શહેરના અલગ અલગ વિસ્તારમાં દારૂની પ્રવૃતિને નાબુદ કરવા માટે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ જોઇન્ટ પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ અહેમદ તથા ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દીયોરાની સૂચનાથી માલવીયાનગર અને તાલુકા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં દેશી દારૂ અંગે ડ્રાઇવ રાખવામાં આવી હતી જેમાં માલવીયાનગર પોલીસે સાત કેસમાં ૮૯ લીટર દેશી દારૂ કબજે કરી સાતની અને તાલુકા પોલીસે છ કેસમાં ૪૬ લીટર દેશી દારૂ કબજે કરી છની અટકાયત કરી હતી. પીઆઇ કે. અને. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા, પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર અને ટીમોએ આ કામગીરી કરી હતી.

(3:02 pm IST)