Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

સંતુષ્ટિઃ રાજકોટમાં સર્જાયેલો સ્વાદ દેશ-વિદેશમાં લોકપ્રિય બન્યો

માતા-પિતા વીણાબેન-વાસુદેવભાઇના નામથી વીણાવાસ હોસ્પિટાલીટી પ્રા. લિ. પણ બનાવી : સંતુષ્ટિ નેચરલ પ્રોડકટ પર ધ્યાન કેન્દ્રિત : કરે છેઃ ફલેવર પણ ખુદે ડેવલપ કરી : ર૦રપ સુધીમાં સંતુષ્ટિ લિમિટેડ કંપની બની જશે : સંતુષ્ટિના સ્થાપક સુનીલભાઇએ જુનાગઢમાં ૧૦ વર્ષ આઇસ્ક્રીમ સ્ટોરમાં નોકરી કરી : ગુજરાત બહાર સંતુષ્ટિ 'ડેઝર્ટીનો' નામથી આઉટલેટસ ધરાવે છેઃ ર૦રપ સુધીમાં : દેશ-વિદેશમાં પ૦૦ આઉટલેટસ ખુલશે : આઇસ્ક્રીમ વગર ટેસ્ટી અને હેલ્ધી શેઇક બનાવવાની શોધ સંતુષ્ટિના સ્થાપકે સુનીલભાઇ ચેલાણીએ કરી છે : સંઘર્ષ કરીને ભાવેશભાઇ CA થયા અને સંતુષ્ટિને દેશ-વિદેશમાં લોકપ્રિય કરવા સમર્પિત થયા

રાજકોટ તા. ૧૬ : નેચરલ શેઇક... સ્વાદ-સત્વ-સુગંધનો અનન્ય સંગમ જયાં રચાયો છે એ લોકપ્રિય બ્રાન્ડ 'સંતુષ્ટિ' નો પ્રારંભ રાજકોટના નાનકડા સ્ટોરમાં થયો હતો. આ સ્વાદે દેશ-વિદેશમાં લોકપ્રિયતાના ડંકા વગાડયા છે.

સંતુષ્ટિ શેઇકસ પ્રા. લિ.ના ડાયરેકટર ભાવેશભાઇ ચેલાણી 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતાં. તેઓએ જણાવ્યું હતું કે, સુનીલભાઇ ચેલાણીએ ખૂબ સંઘર્ષ કરીને સ્વાદ સજર્યો છે અને વિકસાવ્યો છે. થીકશેઇક, મિલ્ક શેઇક, આઇસ્ક્રીમ, વોફલ્સ, ફ્રુટ ક્રિમ, ગ્રીન યોગાર્ડમાં સંતુષ્ટિ બિનહરીફ છે. લાખો ગ્રાહકો સ્વાદ-સત્વની સંતુષ્ટિનો અહેસાસ કરી રહ્યા છે.

ભાવેશભાઇ કહે છે કે, હાલ ગુજરાત અને મુંબઇમાં સંતુષ્ટિના ૬પ આઉટલેટસ છે. કંપની ર૦રપ સુધીમાં દેશ-વિદેશમાં પ૦૦ આઉટ-લેટસ પ્રારંભ કરવાનું આયોજન  ધરાવે છે. ર૦ર૦ ના અંતમાં સંતુષ્ટિના આઉટલેટ દૂબઇ, યુએસએ, કેનેડામાં પ્રારંભ થઇ જશે.

સંતુષ્ટિના ગુજરાત બહારના આઉટલેટસ ડેઝર્ટીનોના નામથી ઓળખ ધરાવે છે. આયોજન પ્રમાણે સંતુષ્ટિ ર૦રપ સુધીમાં લીમીટેડ કંપનીમાં પરિવર્તિત થશે. ઝડપભેર વિકસતી કંપનીઓમાં સંતુષ્ટિનો સમાવેશ થાય છે. જે સેન્ટરમાં આઉટલેટ શરૂ થાય છે. ત્યાં સ્વાદ-સત્વપ્રેમીઓમાં લોકપ્રિય બની જાય છે.

સંતુષ્ટિના ડાયરેકટર્સ સુનીલભાઇ ચેલાણી અને ભાવેશભાઇ ચેલાણીએ ફુડની દુનિયામાં કમાલ સર્જી છે. આ બંને ભાઇઓનો સંઘર્ષ યુવા પેઢીને પ્રેરણા આપે તેવો છે.

આણંદમાં પિતાશ્રી વાસુદેવભાઇને ચા ની લારી હતી. વાસુદેવભાઇની તબીયત પણ બરાબર રહેતી ન હતી. સુનીલભાઇ - ભાવેશભાઇના માતુશ્રી વીણાબેનના ઘેર છૂટક દરજી કામ કરીને થોડી આવક મેળવતા. આર્થિક સ્થિતિ ખરાબ હતી. ભાવેશભાઇ અને સુનીલભાઇ પાંચ ભાઇ બહેનો હતાં. બધા અભ્યાસમાં ખૂબ હોશિયાર, પરંતુ બધા ભણી શકે તેવી સ્થિતિ ન હતી. પરિવારને આર્થિક રીતે ટેકો કરવા સુનિલભાઇએ નાન પણથી જ જુનાગઢમાં આઇસ્ક્રીમના સ્ટોરમાં નોકરી શરૂ કરી દીધી. ભાવેશભાઇએ શિક્ષણ લેવાનું ચાલુ રાખ્યું. આગળ અભ્યાસ માટે ભાવેશભાઇ આણંદ ગયા. ત્યાં પાર્ટ ટાઇમ જોબ કરીને અભ્યાસ કરતા રહ્યા. બાદમાં ભાવેશભાઇએ મુંબઇમાં પણ અભ્યાસ કર્યો.

ખૂબ ભાવુક બનીને ગળગળા  સ્વરે ભાવેશભાઇએ જણાવ્યું કે, એક વખત મારી ફી ભરવા માટે મમ્મીએ ઘરના વાસણો વેચી નાખ્યા હતાં... સતત સંઘર્ષ ખેલતા ખેલતા પણ ભાવેશભાઇએ શિક્ષણ કાર્યમાં ચિત એકાગ્ર રાખ્યું અને સી.એ. થયા.

બીજી તરફ સુનીલભાઇએ ૧૦ વર્ષ એકધારી ખાનગી નોકરી કરીને - ખૂબ શ્રમ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતા રહ્યા.  ભાવેશભાઇ કહે છે, ૧૦ વર્ષ હું શિક્ષણમાં અને સુનીલભાઇ નોકરીમાં ઓતપ્રોત રહ્યા. અમે એક-બીજાને મળ્યા પણ નહિં.

ભાવેશભાઇ કહે છે, સી.એ. તરીકે મને રાજકોટમાં જોબ મળી. અમારો પરિવાર રાજકોટનો  ઋણી રહેશે. હું રાજકોટ જોબ માટે આવ્યો ત્યારે માતા-પિતા આણંદ હતાં. સુનીલભાઇ જુનાગઢ હતાં. સ્થિતિના કારણે વીખૂટો પડેલો પરિવાર રાજકોટમાં ફરીથી એક થયો.

આઇસ્ક્રીમના સ્ટોરમાં નોકરી કરીને સુનિલભાઇ આઇસ્ક્રીમ જેવી મિલ્ક પ્રોડકટના નિષ્ણાત બની ગયા હતાં. તેઓએ રાજકોટમાં ૧૦ * ૧પ ના સ્ટોરમાં સંતુષ્ટિનો પ્રારંભ કર્યો હતો. સંતુષ્ટિનો સ્થાપના દિન પ્રતિવર્ષ ર-નવેમ્બરે ઉજવાય છે.

રાજકોટમાં સર્જાયેલા સ્વાદે દેશમાં ડંકા વગાડયા છે. નાનકડા સ્ટોરમાં પ્રારંભ થયેલી સ્વાદ-સત્વની યાત્રા હવે દરિયાપાર પણ વિસ્તરી રહી છે.

સંતુષ્ટિની યાત્રાની વિગતે ઝલક મેળવીએ...

આઝાદી પ્રાપ્ત થઇ ભાગલા સમયે પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાંથી આણંદ ખાતે સ્થાયી થયેલ એક અતિ સામાન્ય પરિવાર. એ પરિવાર કે જેમના રકતમાં વેપાર તેમજ હૃદયમાં સૌહાર્દ દેશભકિત ધબકતા હતા. આ પરિવાર હિન્દુસ્તાનમાં આવીને એક નાના એવા જીવનનિર્વાહની શરૂઆત કરી હતી. અને ત્યારબાદ પેઢી દર પેઢી ખાણી-પીણી ક્ષેત્રમાં સમયાંતરે અવનવું પ્રદાન કરી ગુજરાત તેમજ સમગ્ર દેશમાં કાઠું કાઢનાર આ પરિવાર પરંપરાને ગગનચૂંબી બનાવી સર્વવ્યાપી બનાવવાનો શ્રેય સુનીલભાઇ ચેલાણીએ 'સંતુષ્ટિ-શેઇકસ એન્ડ મોર'ની સ્થાપના કરી પ્રાપ્ત કર્યો છે.

ખૂબજ નાની વયથી આઇસ્ક્રીમ અને જ્યુસ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સુનીલભાઇ ચેલાણીએ રજી નવેમ્બર ૨૦૦૮ના રોજ તેમના જન્મદિવસ શુભદિને 'સંતુષ્ટિ શેઇક એન્ડ મોર' એ નામને જન્મ આપ્યો. અને ૨૦૦૯માં રાજકોટના યાજ્ઞિક રોડ ખાતે 'સંતુષ્ટિ'નાં પ્રથમ આઉટલેટની સ્થાપના કરી. ગ્રાહકોને માત્ર શેઇકસની પણ આટલી બધી વેરાઇટી હોય એ તો 'સંતુષ્ટિ' શરૂ થયા પછી જ અંદાજો આવ્યો. રાજકોટની સ્વાદપ્રિય જનતાને ખૂબજ ટૂંકા ગાળામાં 'સંતુષ્ટિ'ના મૂલ્યે-ઉચ્ચ ગુણવત્તા, પૈસાનું વળતર, વૈવિધ્યપૂર્ણતા- ને હોંશે વધાવીને આજે જ'સંતુષ્ટિ'ને એક નાના આઉટલેટ થી શરૂ 'સંતુષ્ટિ' પ્રાઇવેટ લીમીટેડ કોર્પોરેટ ફર્મ સુધી પોંહચાડવામાં સતત પ્રેમપુર્વકનો સહયોગ આપ્યો છે, આપી રહ્યા છે અને આપતા રહેશે.

ગ્રાહકો પાસેથી સતત ફીડબેક મેળવતા રહીને 'સંતુષ્ટિ' સ્વાદ અને ગુણવત્તામાં સુધારો કરતું આવ્યું છે. ગ્રાહકોના પ્રતિભાવોને નોંધી તેનું પૃથક્કરણ કરી સ્વાદમાં જરૂરી સુધારા લાવવા માટે 'સંતુષ્ટિ' એક ખાસ કોમ્પ્યુટર સોફટવેરનો ઉપયોગ પણ કરી રહ્યું છે, જેના થકી ગ્રાહકોને ખરા અર્થમાં 'સંતુષ્ટિ' મળી રહે તે માટે નિરંતર પ્રયત્નો કરાયા છે.

વર્ષ ૨૦૦૯માં શરૂઆતથી માંડીને ૨૦૧૧ સુધીમાં રાજકોટમાં બહોળી લોકપ્રિયતા પ્રાપ્ત કર્યા બાદ રાજકોટની ધમધોકાર ચાલતી પેઢીને સુનીલભાઈના પરિવારની નજીકના જ એક નિઃસહાય મહિલાને આર્થિક સધ્ધરતા અર્પણ કરવાના સારા હેતૂ સાથે સંભાળવા આપી 'સંતુષ્ટિ'નો  વધુ વ્યાપ વધારવા વડોદરા ખાતે નવા આઉટલેટનો શુભારંભ કર્યો. વડોદરામાં રાજકોટની સફળત્તમ 'સંતુષ્ટિ'ને અવિશ્વસનીય આવકાર મળ્યો અને માત્ર ૬ મહિનાના જ ટૂંકા ગાળામાં વડોદરાની સાક્ષર પ્રજાના જીભ પર 'સંતુષ્ટિ' થીક શેઈકસનો અનેરો સ્વાદ અને 'સંતુષ્ટિ'ની ભારોભાર પ્રત્યેક બરોડાવાસીના હોઠ પર છવાઈ ગઈ. વડોદરાના અનેક વર્ષો જૂના આઈસ્ક્રીમ પાર્લર-જ્યુસ પાર્લરથી આગળ નિકળી શરૂ થયાના છઠ્ઠા જ મહીને 'સંતુષ્ટિ' રેડ એફ.એમ. દ્વારા 'રેડ થપ્પા'ની હરોળમાં સ્થાન મળ્યું. સતત પ્રગતિશીલ અને ગ્રાહકોને પ્રિય સ્વાદ પીરસી અને એમનું દિલ જીતવાવાળા સુનીલભાઈ ત્રણ વર્ષની અંદર તો વડોદરામાં બીજા વધારાના બે આઉટલેટ ખોલીને સમૂળગૂ શહેર આવરી લીધું. એટલા સમયમાં સુનીલભાઈ આટલી મોટી સફળતા મળી. આવડી સફળતાએ તેમનું ગ્રાહકોના ટેસ્ટ-બડ્સની સંતુષ્ટીનું ઉત્તરદાયીત્વ વધારી દીધું. એટલા માટે સુનિલભાઈના મોટા ભાઈ ભાવેશભાઈ રોલેક્ષ જેવી કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવી ચુકયા હતા અને દુબઈની અને મલ્ટીનેશનલ કંપનીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે સેવા આપી રહ્યા હતા, તેઓએ પરિવાર માટે, 'સંતુષ્ટિ' માટે પોતાની હાઇલી પ્રોફેશનલ કરીયર છોડીને વડોદરાના બીઝનેશમાં ઝંપલાવ્યું. બંને ભાઇઓના કુશળતા અને અનુભવોને કારણે 'સતુષ્ટિ' જેટ ગતિથી પ્રગતી કરવા માંડયું. વડોદરા ખાતે જ વર્ષ ૨૦૧૫માં 'સંતુષ્ટિ'ની વિશાળ ફેકટરી સ્થાપવામાં આવી અને એ જ વર્ષમાં 'સંતુષ્ટિ' બની એક પ્રાઇવેટ લીમીટેડ કંપની.

સુનીલભાઇનું શરૂઆતથી જ એવુ માનવુ હતુ કે સાચો શેઇક કયારેય આઇસ્ક્રીમને મીક્ષચરમાં લીકવીડ બનાવીને ન બને, પરંતુ તેના માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ થાય અને એ ટેકનોલોજી શોધવા માટે સુનિલભાઇ માત્ર દેશમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ ગયા અને ત્યાંથી શકય તેટલું જ્ઞાન મેળવ્યું. તેમની ટેકનોલોજી માટેની શોધ આઇસ્ક્રીમ અને શેઇકનું સ્વર્ગ-તેમનું જન્મદાતા એવા યુરોપમાં પુરી થઇ. ત્યાંથી તેઓએ આઇસ્ક્રીમના જરા પણ ઉપયોગ વિના શેઇકની વિવિધ વેરાયટી બનાવી શકાય તેની માહિતી મેળવી અને 'સંતુષ્ટિ'ના દરેક સેન્ટર આઇસ્ક્રીમના સૂઝબૂઝથી અને યુરોપનાં અનુભવના આધારે મશીનરી બનાવવી. 'સંતુષ્ટિ'ના નિયમિત ગ્રાહકોને કદાચ સપને પણ એવો ખ્યાલ નહિ હોય કે કોકો માટે ધાના દેશ અને પીસ્તા માટે સીસીલી દેશ વખણાય છે, તો સુનીલભાઇ 'સંતુષ્ટિ'ના અલગ અલગ શેઇકસ માટે જે તે ફલેવરનો જે પણ દેશમાં ઉદભવ થયો છે ત્યાં રૂબરૂ જઇને તેઓની ટેકનીક શીખી 'સંતુષ્ટિ'ના ગ્રાહકોને સપ્રેમ પીરસે છે. વધુમાં જે પણ શેઇકમાં ફ્રુટનો ઉપયોગ થતો હોય છે તેમાં બજારમાં રહેલ સૌથી મોંઘા અને સર્વોચ્ચ ગુણવત્તાવાળા ફ્રુટસને જ ઉપયોગમાં લેવામાં આવે છે જે 'સંતુષ્ટિ'ની ખાસિયત છે. આવી રીતે 'સંતુષ્ટિ'ના દરેક શેઇકમાં કોઇપણ જાતના કલર કે આર્ટીફિશીયલ ફલેવરનો જરા પણ ઉપયોગ થતો નથી અને જે પણ છે એ ૧૦૦% ફ્રેશ, નેચરલ અને લાઇવ જ છે.

ઙ્ગગત વર્ષે જ 'સંતુષ્ટિ'ના અમદાવાદમાં બે અને વડોદરામાં વધુ એક આઉટલેટ ખોલી વધુ વિસ્તરણ કરાયું. આગામી દિવસોમાં રાજકોટમાં વધુ એક આઉટલેટસ તેમજ સુરતમાં ૧૦ સહિત દક્ષિણ ગુજરાતમાં કુલ ૧૫ થી વધુ આઉટલેટસ અને મુંબઇમાં પણ એક આઉટલેટ શરૂ કરી અંતે સમગ્ર દેશમાં 'સંતુષ્ટિ' થકી ગ્રાહકોને સ્વાદની સાચી 'સંતુષ્ટિ' મળે તે માટે તેઓએ આકાશ-પાતાળ એક કરી દીધુ છે. 'સંતુષ્ટિ'ની તમામ ફ્રેન્ચાઇઝીમાં કામ કરતા નોકરીયાતોને સુનીલભાઇ ખાસ ટ્રેઇનીંગ પૂરી પાડે છે. જેમાં શેઇક બનાવતી વેળાએ કેટલું માપ રાખવું જોઇએ- કઇ પદ્વતિનો ઉપયોગ કરવો જોઇએ વગેરે વિષયો પર સુનીલભાઇ વ્યકિતગત રીતે તેઓને માર્ગદર્શન પૂ રું પાડી રહ્યા છે. તેમની ટ્રેનીંગ એટલી સરળ છે કે કોઇ પણ આઉટલેટ પર કામ પર રાખેલ કર્મચારીને માત્ર એક જ દિવસમાં શેઇકસ કેવી રીતે બનાવવા તેનું જ્ઞાન આપે છે. અને એટલા માટે જ પરફેકટ સ્વાદ અને માપના શેઇકસ બને તેના માટે ખૂબ જ ખર્ચાળ ડિસ્પેન્સરનો ઉપયોગ કરવામાં આવે છે.

FSSAI અને HACCPના રજીસ્ટ્રેશનવાળા 'સંતુષ્ટિ' થકી તેમજ આગામી દિવસોમાં પેકડ મિલ્ક-શેઇકસ અને યોગર્ટ જેવા વ્યંજનોને રીટેઇલમાં ઇન્ટ્રોડયુસ કરી સંતુષ્ટિ પોતાની પ્રગતિનાં શિખરો સર કરી રહી છે.

'સંતુષ્ટિ'ની એક વિશેષતા એ છે કે તે વિવિધ સેલીબ્રીટીઝને કોઇ પણ પ્રકારનું આમંત્રણ પાઠવવામાં આવતું નથી અને તેઓ ખુદ જ સામે ચાલીને 'સંતુષ્ટિ' શેઇકસનો સ્વાદ માણવા પહોંચી જતા હોય છે. વધુમાં તેઓ ત્યાં જઇ, શેઇકસનો સ્વાદ માણી, પોતાના ઓનેસ્ટ ફીડબેક પણ આપીને 'સંતુષ્ટિ' પ્રત્યે પોતાનો પ્રેમ રજુ કરતા હોય છે. જેમાં ગુજરાતી ફિલ્મ અને નાટયકલાના અમિતાભ બચ્ચન,  સિદ્વાર્થ રાંદેરિયા, ગુજરાતી નાયિકા અપરા મહેતા, ડી.આઇઁ.ડી. ફેમ ડાન્સર પ્રિન્સ ગુપ્તા, બજરંગી ભાઇજાનમાંં મુન્નીના માતાનો રોલ નિભાવનાર મહેર વીજ સહિતના સેલીબ્રીટીઝે 'સંતુષ્ટિ'નો સ્વાદ માણી મનભરીને વખાણ કર્યા છે. માસ્ટર શેફ હરપાલસિંહ સોખીએ તો 'સંતુષ્ટિ'ને વડોદરામાં યોજાયેલ ફૂડ ફેસ્ટીવલમાં વિજેતા જાહેર કરેલું હતું. વિશ્વ કક્ષાની સ્વીમર એવી ભકિત શર્માએ વડોદરા ખાતેની 'સંતુષ્ટિ'ની રૂબરૂ મુલાકાત લઇને કહ્યું હતું કે 'સંતુષ્ટિ' ના શેઇકસ ભગવાનને સીધા ધરી શકાય-ભોગ લગાવી શકાય તેટલા શુદ્ધ અને સાત્વિક છે. ઉલ્લેખનીય છે કે આમીર ખાન પ્રોડકશનની ફિલ્મ 'સિક્રેટ સુપરસ્ટાર'ના એક દૃશ્યને પણ 'સંતુષ્ટિ'માં ફિલ્મવવામાં આવ્યું છે. અને તેના માટે આમીર ખાનની પત્ની કિરણ રાવે 'સંતુષ્ટિ' અને સુનીલભાઇનો હૃદયપૂર્વક આભાર માનેલ. આ બધાને કારણે આજે એવી પરિસ્થિતિ ઉભી થઇ છે કે વડોદરામાં સિટી ટૂર માટે દેશી-વિદેશી પર્યટકોને લઇને સાથે નીકળેલા તેઓના ગાઇડ પણ હવે 'સંતુષ્ટિ' ખાતે અચુક પધારી પર્યટકોને સાઇટ સીઇંગના એક સ્પોટ તરીકે મુલાકાત કરાવે છે.

'મેઇક ઇન ઇન્ડિયા'ના પ્રધાનમંત્રીશ્રીના વિચારને સાર્થક બનાવતા 'સંતુષ્ટિ' ની ફ્રેન્ચાઇઝી લેવા પણ ગુજરાતભરમાં પડાપડી થાય છે. પરંતુ ખુબ જ જવાબદારીપૂર્વક તેઓ ખરા અર્થમાં 'સંતુષ્ટિ'ના સાચા વારસ કહી શકાય તેવા ઇન્ટવેસ્ટ પર જ પસંદગીનો કળશ ઢોળે છે. આવી રીતે અતિ નાના પાયાથી શરૂ થયેલ 'સંતુષ્ટિ' આગામી દિવસોમાં ગુજરાત, ભારત અને સમગ્ર વિશ્વમાં પોતાનો વ્યવસાય ફેલાવી સ્વાદ-પ્રેમીઓના માનસપટ પર એક અમીર છાપ છોડવા સજજ બન્યું છે. (૨૧.૨૦)

શ્રુતિ - સમદીપ બ્રાન્ડ એમ્બેસેડર

બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લોકપ્રિય - મોટા ચહેરા રાખવાને બદલે અનોખો પ્રયોગ કર્યો

રાજકોટ તા. ૧૩ : સંતુષ્ટિ શેઇકસ પ્રા. લિ. એ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લોકપ્રિય - મોટા ચહેરા રાખવાને બદલે અનોખો પ્રયોગ કર્યો છે. શ્રુતિ અને સમદીપને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે.

કંપનીના સ્થાપ સુનીલભાઇ ચેલાણીનો સુપુત્ર સમદીપ છે, જે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સક્રિય છે.

ઉપરાંત કંપનીના ડાયરેકટર ભાવેશભાઇ ચેલાણીની પુત્રી શ્રુતિ પણ કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર છે.

શ્રુતિ બાળવયે ગુજરાતી ફિલ્મમાં કામ કરી ચુકી છે. ટંૂક સમયમાં શ્રુતિ અભિનિત ફિલ્મ 'એકડે એક' લોન્ચ થશે.

દાદાએ સાજન ટી સ્ટોલ શરૂ કરેલો

ચેલાણી પરિવાર ભાગલા વખતે પાકિસ્તાનથી ભારત આવેલો

રાજકોટ તા. ૧૩ :.. સંતુષ્ટિ શેઇકસ પ્રા. લિ. નો સ્વાદ વિશ્વભરમાં ડંકો વગાડવા જઇ રહ્યો છ.ે સંતુષ્ટિના સ્થાપક પરિવારનો સંઘર્ષ પણ કમ નથી. ૧૯૪૭ ની સાલમાં દેશના ભાગલા થયા ત્યારે સુનિલભાઇ અને ભાવેશભાઇના દાદા તથા પરિવાર પાકિસ્તાનથી ભારત આવીને ગુજરાતમાં સ્થાયી થયો હતો.

દાદા ઘનશ્યામદાસજીએ શૂન્યમાંથી સર્જન કરવાનું હતું. તેમણે સાજન નામથી ગુજરાતમાં ટી સ્ટોલ શરૂ કર્યો હતો. બાદમાં ભાવેશભાઇ - સુનીલભાઇના પિતાશ્રીએ પણ ચા નો સ્ટોલ ચલાવ્યો હતો. આર્થિક સ્થિતિ ખૂબ કથળી હતી. બંને ભાઇઓના માતુશ્રીએ સિલાઇ કામ કરીને ગુજરાન ચલાવ્યું હતું. આ સંજોગોમાં સુનીલભાઇ - ભાવેશભાઇએ  સંતુષ્ટિનું સર્જન કરીને આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા મેળવી છે.

(5:03 pm IST)