Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

કોરોના વાયરસ સંદર્ભે ગુજરાતની કોર્ટો બે અઠવાડીયા બંધ રાખવા ચીફ જસ્ટીસને પત્ર

તકેદારીના ભાગરૂપે નિર્ણય કરવા દિલીપ પટેલનો પત્ર

રાજકોટ તા. ૧૬ :.. તાજેતરમાં કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં ભરડો લઇ લીધેલ છે અને લોકોમાં ડરનો માહોલ ફેલાયેલ છે. વિશ્વની અંદર ઠેર-ઠેર તકેદારીના ભાગરૂપે પગલા ભરવાનું જાહેર થયેલ છે. તેમજ ભારત સરકાર દ્વારા પણ પગલા ભરવાનું જાહેર થયેલ છે.

ગુજરાત રાજયનાં મુખ્યમંત્રીશ્રી તથા  આરોગ્ય મંત્રીશ્રીએ રાજયમાં આરોગ્ય લક્ષી સ્થિતીની સમીક્ષા કરેલ હતી અને ગુજરાતમાં કોરોના વાયરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલા રૂપે રાજય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો કરી અને રાજયમાં શૈક્ષણીક શાળા-કોલેજો-સંસ્થાઓ આવતીકાલથી બે અઠવાડીયા માટે બંધ કરવાનો આદેશ કરેલો છે. રાજયના સિનેમા ઘરો, સ્વીમીંગ પુલો બંધ કરવા જાહેર સ્થળો ઉપર થુંકવા પર પ્રતિબંધ લાગુ કરેલ છે. તેમજ સ્થાનીક સંસ્થાઓ સંપ્રદાઓ અને પોતાના મેળાવડાઓ ધાર્મિક કાર્યક્રમો બે સપ્તાહ સુધી ન યોજવા અનુરોધ કરેલ છે.

હાલની પરિસ્થિતી જોતા સમગ્ર ગુજરાતની કોર્ટો પણ કોરોના વાયરસની તકેદારી રૂપે બંધ કરી અને વકીલો, અરજદારો, લોકોની આરોગ્યને ધ્યાનમાં લઇ હુકમ કરવામાં આવે તેવી વિનંતી છે. તેમ ચીફ જસ્ટીશશ્રીને પત્ર પાઠવીને બાર કાઉ. ઓફ ઇન્ડીયાના  મેમ્બર દિલીપભાઇ પટેલે જણાવેલ છે.

(3:56 pm IST)