Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

લુંટના ગુનામાં પકડાયેલ આરોપીની રીમાન્ડ મળવાની અરજી રદ

રાજકોટ, તા., ૧૬: લુંટના ગુન્હામાં ૧૬ મહીનાથી ફરાર આરોપી રમેશ રાણાની પોલીસ રીમાન્ડ ઉપર લેવાની અરજીને અદાલતે રદ કરી હતી.

આ કામની પોલીસ ફરીયાદની ટુંકી વિગત એવી છે કે તા.ર૩-૧૧-ર૦૧૮ના સાંજે ૬ વાગ્યે ફરીયાદી (ઇજા પામનાર) હીતેષભાઇ અકબરી રહે. નાની અમરેલી તેમના ફઇબા દોશી હોસ્પીટલ ખાતે દાખલ હોય ખબર પુછીને પોતાના મોટર સાઇકલ ઉપર ઘરે જતા હતા ત્યારે રાજકોટ કાલાવડ રોડ ઉપર મોટર ધ વીલેજ પાસે પહોંચતા આરોપી રમેશ રાણા તથા અન્ય બે ઇસમોએ સ્કોર્પીયોમાં આવી ફરીયાદીના મોટર સાયકલ આડે ર્સ્કોપીયો નાખી નીચે ઉતરીને ફરીયાદીને લાકડી તથા પાઇપ વડે બન્ને પગમાં તથા વાસાના ભાગે માર મારી ફરીયાદીનો સોનાનો ચેઇન આશરે દોઢ તોલા તથા રોકડ રકમ રૂ. ર૦,૦૦૦ તથા ઓપો કંપનીનો મોબાઇલ આ તમામ વસ્તુઓની લુંટ કરી એકબીજાની મદદગારીમાં ગુન્હો કરેલ હતો. જે અંગે પોલીસે રીમાન્ડ માંગી હતી.

કોર્ટે ઉભયપક્ષોની રજુઆતો આરોપીના વકીલની મૌખીક દલીલો તથા રજુ થયેલ ઉચ્ચ ન્યાયાલયોના ચુકાદાઓમાં રીમાન્ડ અંગેના પાયાના સીધ્ધાંતો તથા કેસની હકીકતો ધ્યાને લઇ રાજકોટના એડી. ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ શ્રી એમ.વી.ચૌહાણ આરોપીને ૭ દિવસ માટે રીમાન્ડ ઉપર  લેવાની અરજી નામંજુર કરેલ છે.

આ કામે આરોપી રમેશ રાણા વતી રાજકોટના વકીલશ્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, કુલદીપસિંહ, ભરત સોમાણી, શિવરાજસિંહ તથા શકિત ગઢવી રોકાયેલ હતા.

(3:46 pm IST)