Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

અદાલતોમાં પક્ષકારોની હાજરી ટાળવા વોરંટ નહી કાઢવા બાર. એસો.ની અદાલતોને વિનંતી

કોરોના વાયરસ સંદર્ભે તા.૧૬ થી ૩૧ માર્ચ દરમ્યાન

રાજકોટ, તા., ૧૬: રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલભાઇ વિ.રાજાણીની સુચના મુજબ આ સરકયુલર ઠરાવ-વિનંતી પત્રથી ઠરાવે છે કે વર્તમાન સમયમાં વૈશ્વીક મહામારીનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહેલ કોરોના વાયરસના કારણે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુયોમોટા અજ્ઞાન લઇ ગુજરાત સરકારશ્રી તથા સચીવશ્રીને નોટીસ પાઠવેલ છેકે તાબાની અદાલતોમાં પક્ષકારોની હાજરીનો આગ્રહ ટાળો તેવી માર્મીક ટીપ્પણી કરેલ છે જે ધ્યાને લઇ રાજકોટ બાર એસોસીએશન દ્વારા આજરોજ સરકયુલર ઠરાવ કરવામાં આવે છે કે તારીખ ૧૬-૩-ર૦ર૦ થી તારીખ ૩૧-૩-ર૦ર૦ સુધી પક્ષકારો તથા એડવોકેટશ્રીઓની ગેરહાજરી દરગુજર કરી આગળની કાનીનુ કાર્યવાહી ન કરવા તથા સામે વોરંટ નહી કાઢવા તથા પક્ષકારો અને એડવોકેટશ્રીઓની ગેરહાજરીમાં કોઇ પણ કેસોનો નિકાલ નહી કરવા રાજકોટ બાર એસોસીએશને તમામ કોર્ટોના જજશ્રીને વિનંતી કરે છે.

આ સરકયુલર ઠરાવને રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલભાઇ વિ. રાજાણી ઉપપ્રમુખ ઇન્દ્રસિંહ ઝાલા સેક્રેટરી ડો. જીજ્ઞેશભાઇ જોશી જોઇન્ટ સેકેટરી કેતનભાઇ દવે ટ્રેઝરર રક્ષીતભાઇ કલોલા લાયબ્રેરી સેક્રેટરી સંદીપભાઇ વેકરીયા તથા કારોબારી સભ્યશ્રી અજયભાઇ પીપળીયા, કેતનભાઇ મંડ, ધવલભાઇ મહેતા, પીયુષભાઇ સખીયા, વિજયભાઇ રૈયાણી, પંકજભાઇ દોંગા, વિવેકભાઇ ધનેશા, મનીષભાઇ આચાર્ય, કૈલાશભાઇ જાની, રેખાબેન તુવાર દ્વારા સમર્થન આપવામાં આવેલ છે.

(3:45 pm IST)