Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

સગીરાના અપહરણના ગુનામાં ફરાર અરવિંદ ઠાકોર ઝડપાયો

રાજકોટ તા.૧૬ : શહેરના પોપટપરા વિસ્તારની સગીરાનું અપહરણ કરનાર પાટણના ઠાકોર શખ્સને પ્રનગર પોલીસે પાટણના દેવગામથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના પોપટપરા વિસ્તારમાંં રહેતી ૧૭ વર્ષની સગીરાને કેટસમાં કામ કરતા અરવિંદ ઠાકોર નામનો શખ્સ પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો આ અંગે સગીરાના પરિવારજનોએ પ્રનગર પોલીસમાં જાણ કરતા પોલીસે અરવિંદ ઠાકોર વિરૂદ્ધ અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો આ મામલે પીઆઇ વી.એસ.વણઝારાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ, સુરેશભાઇ ભોગરાણા તથા સર્વેલન્સ સ્કવોડના હેડ કોન્સ દેવશીભાઇ ખાંભલાએ અરવિંદ બાબુભાઇ ઠાકોર (ઉ.૧૯) (રહે દેવગામ તા.રાધનપુર જી.પાટણ) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:44 pm IST)