Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

પેટના દુઃખાવાથી કંટાળી ધારીના સરસીયામાં દિવ્યાએ ફાંસો ખાધો

પાંચ દિવસ ધારી-અમરેલી સારવાર બાદ રાજકોટ ખસેડાઇ

રાજકોટ તા. ૧૬: ધારીના સરસીયા ગામે રહેતી દિવ્યા મધુભાઇ મકવાણા (ઉ.વ.૧૯) નામની વણકર યુવતિએ પાંચ દિવસ પહેલા છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં પરિવારજનો જોઇ જતાં નીચે ઉતારી લઇ બેભાન હાલતમાં ધારી અને ત્યાંથી અમરેલી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

દિવ્યા ત્રણ બહેન અને બે ભાઇમાં ચોથી છે. તેના પિતા છુટક મજૂરી કરે છે. પેટના દુઃખાવાથી કંટાળી જઇ તેણીએ આ પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામા અને રામજીભાઇએ ધારી પોલીસને જાણ કરી હતી.

(3:41 pm IST)