Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

રોયલ વેજીટેબલ પ્રીઝર્વેશન દ્વારા કોલ્ડ સ્ટોરેજ ઉભો કરવા લોન પ્રોજેકટ તૈયાર કરી રકમ ઓળવી જતા કોર્ટમાં ફરિયાદ

રાજકોટ,તા.૧૬ : અત્રે રોયલ વેજીટેબલ્સ પ્રીર્ઝવેશન દ્વારા કોલ્ડ સ્ટોરેજ ઉભો કરવા કવોટેશન મેળવી લોન પ્રોજેકટ તૈયાર કરી રકમ ઓળવી ગયા બદલ તેમજ કૌભાંડ આચરવા અંગે ફોજદારી ફરીયાદ કોર્ટમાં થતા કોર્ટે તપાસ કરવાનો હુકમ કરેલ છે. આ ફરિયાદની ટુંકમા હકીકત એવી છે કે, ફરીયાદી વી.વી રેફ્રેરીજેશન પ્રા.લી. ના ડાયરેકટર વસંતભાઇ હરીલાલ ગોપાલકાએ રાજકોટના જ્યુડીશલ મેજીસ્ટ્રેટ ફ.ક.સાહેબની કોર્ટમાં આરોપી હિતેન્દ્રભાઇ પી. પારેખ જે રોયલ વેજીટેબલ્સ પ્રીર્ઝવેશન કંપનીના માલીક છે તેઓ ગોંડલ-વીરપુર હાઇ-વે રોડ ઉપર આવેલ ગોમટા ગામ પાસે  કોલ્ડ સ્ટોરેજ અને રેફ્રીરીજેનનો પ્લાન્ટ બનાવવા માંગતા હોય જેથી ફરીયાદી પાસેથી કવોટેશન લઇ અને કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે રૂ. ૪,૪૨,૭૭,૦૦૦/- નું કામકાજ સોપેલ અને ત્યારે કામકાજ બાબતે બંન્ને વચ્ચે શરતો નક્કી કરવામાં આવેલ અને ફરીયાદીએ હીતેન્દ્રભાઇ પી. પારેખની સુચના મુજબ કોલ્ડ સ્ટોરેજનું કામકાજ શરૂ કરેલ અને આરોપીએ ફરીયાદીના કવોટેશન મુજબ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, કોલેજ ચોક, ગોંડલ ખાતે લોન પ્રોજેકટ મંજુર કરાવેલ અને તેમાં જેમજેમ કામગીરી આગળ વધતી જાય તેમ તેમ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા જેના નામનુ કવોટેશન મંજુર થયેલ એટલે કે ફરીયાદીને તેના ખાતામાં રકમ બીલો મુજબ ચુકવવાની તે મુજબ કાર્યવાહી કરવાની રહેતી રહેતી હોય અને તાત્કાલીક રકમની જરૂરીયાત ઉભી થાય તેવા સંજોગોમાં આરોપી હીતેન્દ્ર પી. પારેખે ફરીયાદી વસંતભાઇ હરીલાલ ગોપાલકાના કોરા સહી કરેલા ચેકો પોતાની પાસે રાખેલ

ત્યારબાદ એકાએક ફરીયાદીને કામ આપવાનું બંધ કરી દીધેલ અને કરેલ કામકાજની રકમ બાકી રૂ.૩૬,૯૪,૫૭૪-પણ ચુકવેલ નહીં તેટલુ જ નહી પરંતુ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, કોલેજ ચોક, ગોંડલ દ્વારા ફરીયાદીનું કવોટેશન મંજુર કરેલ હોય અને તે મુજબ જ ફરીયાદી પાસેથી બીલ આપવામાં આવે અને ફરીયાદીને જ નિયમ મુજબ રકમ ચુકવવી જોઇતી હતી તે ચુકવવાનું બંધ કરી દીધેલ તેમ છતાં ફરીયાદીની જાણ બહાર કામગીરી ચાલુ રહેલ હોય અને ફરીયાદીની રકમ ઓળવી જવા પામેલ  તેવા સંજોગોમાં ફરીયાદીએ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયા, ગોંડલ શાખાને માહીતી અધીકારની રૂ.૨૦/-ના સ્ટેમ્પ પેપર ઉપર તા.૦૧/૪ના રોજ માહિતી માંગેલ અને કવોટેશન મુજબ ફરીયાદીને બીલ આપવાના બદલે હાલમા કોની સાથે વ્યવહાર થાય છે તે અંગે જાણકારી મેળવવા પ્રયત્ન કરેલ. પરંતુ, બેંકના જવાબદાર અધીકારી પણ આરોપી સાથે ભળી ગયેલ હોય તેથી માહિતી પુરી પાટેલ નહિ તેને બદલે આરોપી નં.૧ શ્રી હીતેન્દ્રભાઈ પી. પારેખ પોતાના એડવોકેટ મારફત પોતાના કબજામા રહેલા કોરા ચેક રૂ.૮૦૧૯૨૭/- લખી અને ખાતામા નાખી પરત ફેરવેલ જેની પોતાના એડવોકેટ મારફત ફરીયાદીને નોટીસ મોકલાવેલ. આથી ફરીયાદી આરોપીના કોૈભાંડ અંગે કોઈ કાર્યવાહી હાથ ન ધરે તેવો પ્રયત્ન કરેલ. પરંતુ, કાયદેસર ચુકવવાની થતી રકમ ચુકવેલ નહિ અને પોતાની જવાબદારી માંથી છટકી જવા પ્રયત્ન કરતા ફરીયાદીએ હાલની આ ફરીયાદ કરેલ છે. તેમજ આ કામમાં ગંભીર  કૌભાંડ થયેલ હોય તેમજ ઉપરોકત પ્રોજેકટમાં બે કરોડ જેટલી સરકારશ્રી દ્વારા સબસીડીની જોગવાઈ કરવામાં આવેલી હોય અન સબસીડી પણ ત્યારે આપી શકાય જ્યારે કવોટેશન આપનાર એટલે કે ફરીયાદી પોતાનુ કમ્પલીશન સર્ટીફીકેટ આપે અને.સી.એ. વેરીફાય કરી રકમનું નિયમ મુજબ ચુકવણુ થયેલ છે તેવુ સર્ટીફીકેટ આપે ત્યારબાદ સબસીટી ડી મળવાપાત્ર થાય તેમ છતા આ કામમાં ગંભીર કૌભાંડ થયેલ હોય તેની તપાસ કરવા માંગણી કરતા જયુડી.મેજી. ધ્વારા પોલીસ તપાસ કરવા હુકમ કરેલ છે.

આ કામમાં ફરીયાદી કંપની વતી એડવોકેટ તરીકે શ્રી જતીન ડી.કારીયા, સંદીપ જી. વાડોદરીયા, ચિરાગ એસ. કારીયા, ડી.એન.જાડેજા તથા બી.કે.પરંમાર રોકાયેલ છે.

(3:40 pm IST)