Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

તકેદારીના પગલા... સિનેમાગૃહ અને સ્વીમીંગ પુલ બંધ

કોરોના વાયરસ ગુજરાતમાં કહેર ન વર્તાવે તે માટે તકેદારીના પગલા સ્વરૂપે રાજ્ય સરકારે આજથી શાળા-કોલેજો, સિનેમાગૃહો, મલ્ટીપ્લેક્ષ, સ્વીમીંગ પુલ વગેરે ૨૯મી સુધી બંધ કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના નિર્દેશોનું પાલન કરતા રાજકોટમાં આજથી સિનેમાગૃહો કામચલાઉ ધોરણે બંધ થઇ ગયા છે. તસ્વીરમાં રાજકોટની શાન ગણાતી ગેલેકસી ટોકીઝના દરવાજા આજે બંધ માલુમ પડે છે. જ્યારે સ્વીમીંગ પુલ પણ તરવૈયાઓ માટે બંધ કરી દેવાયો છે તે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(12:16 pm IST)