Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

શાપર -વેરાવળ-રાજકોટમાં મોબાઇલ ચોરી કરતી ત્રિપુટીને એલસીબીએ ઝડપી લીધી

અનીલ બાંભણીયા, પ્રકાશ રાઠોડ તથા એનામ આલમઃ હેસાનની ૧૩ મોબાઇલ સાથે ધરપકડ

રાજકોટ,તા.૧૬: શાપર -વેરાવળ અને રાજકોટમાં ગુજરી બજારમાં મોબાઇલ ચોરી કરતી તસ્કર ત્રિપુટીને રૂરલ એલસીબીએ ઝડપી લીધી હતી.

વિગત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢવાનસ પોલીસ અધિક્ષક બલરામ મીપા તરફથી મળેલ સુચના અન્વયે એલસીબીનાં પો.ઇન્સ એમ.એન.રાણાના સીધા માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ બ્રિજેરાજસિંહ જાડેજા, રવીદેવભાઇ બારડ તથા પો.કોન્સ. મયુરસિંહ જાડેજાને મળેલ હકીકત આધારે શાપર વેરાવળ તેમજ રાજકોટ શહેરમાં રવીવારની ગુજરી બજમર તેમજ ભીડભાડ વાળા વીસ્તારમાં મોબાઇલ પર વોતા કરતા માણસોના મોબાઇલ ઝુંટી નાશી જતી તેમજ ભીડનો લાભ લઇ મોબાઇલ સેરવી લેતી તસ્કર ત્રિપુટી (૧)અનિલ રમેશભાઇ બાંભણીયા રહે વેરાવળ (શા) બુધ્ધનગર જોગણીમાના મંદીર પાસે,(૨) પ્રકાશ ઉર્ફે પકો મીઠાભાઇ રાઠોડ રહે. રાજકોટ કોઠારીયા સોલ્વન્ટ, તથા (૩) એનામઆલમ હેસાન આલમ શેખ રહે.કોઠારીયા સોલ્વંટ સીતારામ સોસાયટી પાછળ રાજકોટને  અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ ૧૩ કી. રૂ. ૫૬૦૦૦ તથા (૨) એક મોટર સાયકલ કી. રૂ. ૨૦૦૦૦ મળી કુલ ૭૬ હજારના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. પકડાયેલ અનિલ રમેશભાઇ બાંભણીયા તથા પ્રકાશ ઉર્ફે પકો મીઠાભાઇ રાઠોડ અગાઉ શાપર વેરાવળમાં લૂંટના ગુન્હામાં એનામઆલમ હેસાન આલમ શેખ અગાઉ રાજકોટ શહેરમાં મોટર સાયકલ ચોરીમાં પકડાઇ ચૂકયો છે.

(12:16 pm IST)