Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

શહેરમાં બપોર સુધીમાં ૧૦ કેસ

કુલ કેસનો આંક ૧૫,૭૨૩: આજ દિન સુધીમાં ૧૫,૪૨૧ દર્દીઓ સાજા થતા રિકવરી રેટ ૯૮.૧૪ ટકા

રાજકોટ, તા.૧૬:  વૈશ્વિક મહામારી કોરોનાનાં શહેરમાં બપોર સુધીમાં ૧૦ કેસ નોંધાયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૦  નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૧૫,૭૨૩ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૫,૪૨૧ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા  ૯૮.૧૪ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૭૩૫ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૨૯ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૯૫ ટકા થયો  હતો. જયારે ૨૮ દર્દીઓે સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૫,૮૩,૨૬૬ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૫,૭૨૩ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૨.૬૯ ટકા થયો છે.

(3:53 pm IST)