Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

કાલે પતિત પાવન ભગવાનની જન્મજયંતિઃ ૧૦૮ કરોડ 'રામ રામ' મહાજપયજ્ઞ પૂર્ણાહુતિ પ્રસંગે હોમાત્મક યજ્ઞ

૧૦૮ કરોડ મહાજપ યજ્ઞના સંકલ્પ પૈકી એક અબજ અઠીયાવીસ કરોડ તેતાલીસ લાખ નેવુ હજાર સાતસો પંદર રામનામ જાપ થયાઃ પૂજન- દુધની પ્રસાદીનું વિતરણ

રાજકોટ,તા.૧૬: પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીની પ્રેરણાંથી દરવર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટ (પ.પૂ.શ્રી રણછોડદાસબાપુ આશ્રમ) દ્વારા મહાસુદ-૬ને તા.૧૭ બુધવારે પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રીના ગુરૂદેવ પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ શ્રી પતિત પાવન ભગવાનશ્રીની જન્મ જયંતિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે.

વિશ્વ શાંતિ, કલ્યાણ અર્થે તથા કોરોના મહામારીમાંથી મુકિત મળેએ શુભ હેતુથી ૧૦૮ કરોડ રામનાથ જાપનો મહાસંકલ્પ કરવામાં આવેલ હતો, જેમાં સર્વે ધર્મપ્રેમી ભાઈ- બહેનો દેશ- વિદેશથી જોડાયા હતા અને ૧૦૮ કરોડના મહાસંકલ્પ પૈકી રેકોર્ડ બ્રેક ૧,૨૮,૪૩,૯૦,૭૧૫ (એક અબજ અઠયાવીસ કરોડ તેતાલીસ લાખ નેવુ હજાર સાત સો પંદર જાપ પ.પૂ. શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીની અસિમ કૃપાથી રામનામ જપ થાય છે, જે હોમાત્મક યજ્ઞ દ્વારા પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રીને અર્પણ કરવામાં આવશે.)

આ નિમિતે શ્રી ગણપતિજીનું પૂજન, દાદાગુરૂ પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવશ્રી પતિત પાવન ભગવાનશ્રીનું ષોડષોપચાર પુજન તથા પ.પુ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસબાપુશ્રીનું ષોડષોપચાર પુજન- સવારે ૮ થી ૧૦ સુધી શ્રી રામરક્ષા સ્તોત્ર, અભિષેક, પ્રાર્થના સ્વાધ્યાય અંતર્ગત શ્રી રામ સ્તવરાજ પાઠ શ્લોકો, સાથે શ્રી પતિત પાવન ભગવાનશ્રીને એક એક પુષ્પ સાથે પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે.

૧૦૮ કરોડ મહાજપયજ્ઞનાં પૂર્ણાહૂતિ પ્રસંગે હોમાત્મક યજ્ઞ સવારે ૧૦ થી બપોરનાં ૧૨:૩૦ વાગ્યા સુધી વિશ્વ કલ્યાણ અને વિશ્વશાંતિ અને કોરોના મહામારીમાંથી મુકિત મળે એ નિમિતે ૧૦૮ કરોડ જપયજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું, એ નિમિતે સૌ ધર્મપ્રેમીભાઈ- બહેનો જોડાઈને મહાજપયજ્ઞમાં સહભાગી થઈને પૂણ્યનું ભાથુ બાંધેલ છે, આ સર્વ ધર્મપ્રેમી ભાઈ- બહેનો દ્વારા કરવામાં આવેલ ૧,૨૮,૪૩,૯૦,૭૧૫ (એક અબજ અઠયાવીસ કરોડ તેતાલીસ લાખ નેવુ હજાર સાત સો પંદર) જાપ રામનાથ જપને હોમાત્મક યજ્ઞ દ્વારા પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રીને અર્પણ કરવામાં આવશે.શ્રી પતિત પાવન ભગવાનશ્રી જન્મજયંતિ નિમિતે દુધની પ્રસાદીનું વિતરણ આખો દિવસ કરવામાં આવશે.

(3:10 pm IST)