Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

રાજકોટમાં લગ્નના રીસેપ્શનમા એકત્ર થનાર ચાંદલાની રકમ શહિદોના પરિવારજનોને આપશે

યાર્ડના ડાયરેક્ટર જામનભાઈ ધામેલીયા પારિવારની અનુકરણીય પહેલ

 

 રાજકોટ :પુલવામા આતંકી હુમલાના વિરોધમાં ઠેર ઠેર બજારો બંધ પાળીને રોષ ઠાલવી રહ્યાં છે ત્યારે આજે રાજકોટમા એક અનોખુ રીસેપ્શન યોજાયુ હતું  જેમા લોકો તરફથી વર વધુને આપવામા આવનાર ચાંદલાની રકમ અને ભેટ સોગાદો શહિદ પરિવારને આપવામા આવશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ જે રીસેપશન યોજાવા જઈ રહ્યુ છે તે માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર જમનભાઈ ધામેલિયાના દિકરા કેયુરનુ રિસેપ્શન છે

   રાજકોટ પુલવામા થયેલ આતંકિ હુમલામા સીઆરપીએફના 44 જવાનો શહિદ થયા છે. ત્યારે દેશભરમાથી આક્રોશ સાથે શહિદોના પરિવારજનો માટે આર્થિક સહયોગનો ધોધ વહી રહ્યો છે. ત્યારે રાજકોટમા ઠેર ઠેર લોકો બંધ પાળીને પોતાનો વિરોધ વ્યકત કરી રહ્યા છે. તો કેટલાંક ધંધાર્થીઓ ધંધા રોજગાર ચાલુ રાખી જે પણ આવક થાય તે શહિદ પરિવારજનોને આપશે તેવુ પણ જણાવી રહ્યા છે.

(10:15 pm IST)