Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

રાજકોટમાં માર્ચમાં વિરાટ સોમયજ્ઞ : બુધવારે ભૂમિપૂજન

ગોવર્ધન ગૌશાળાના લાભાર્થે આયોજન : પૂ.વ્રજોત્સવજી અક્ષતવર્ષા કરશે : સોમયજ્ઞની ૯ પરિક્રમાથી ૧૦૮ પરિક્રમાનું ફળ મળે : વિષ્ણુગોપાલયજ્ઞ પણ યોજાશે

રાજકોટ, તા. ૧૬ : શહેરના આંગણે ગોવર્ધન ગૌશાળાના લાભાર્થે વિરાટ સોમયજ્ઞ મહોત્સવનું તા.૧૫ માર્ચથી તા.૨૧ માર્ચ સુધી પદ્મભૂષણ ડો. શ્રી ગોકુલોત્સવજી મહારાજ (ઈન્દોર)ના અધ્યક્ષસ્થાને આયોજન કરાયુ છે. શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ, શિતલ પાર્ક, દ્વારકેશ હાઈટ્સની સામે, બસ સ્ટોપ પાસે, વલ્લભાચાર્ય નગર ખાતે તા.૨૦ના બુધવારે સવારે ૯ કલાકે વિદ્વાન પંડિતો દ્વારા સોમયજ્ઞ મહોત્સવ સમીયાણા માટે ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

પદ્મભૂષણ, મહાસંગીતાચાર્ય, સૌમ્યાજી દીક્ષિત જગદ્દગુરૂ, પીઠાધિશ્વર શ્રી સંપ્રદાચાર્ય પૂ.પા.૧૦૮ શ્રી ગોકુલોત્સવજી મહારાજ (ઈન્દોર)ના અધ્યક્ષસ્થાને તથા પૂ.પા.ગો. ૧૦૮ ડો.વ્રજોત્સવજી મહોદય (ગો.અભિનવાચાર્ય)ના અધ્યક્ષસ્થાને વિશ્વ શાંતિ કલ્યાણ અર્થે સુખ સમૃદ્ધિ, યશ, સૌભાગ્ય સંપ્રાપ્તિ વંશ વૃદ્ધિ હેતુથી આયોજન કરવામાં આવે છે.

ગોવર્ધન ગૌશાળા પરિવાર અને વૈષ્ણવ મંડળ દ્વારા આયોજીત વિરાટ સોમયજ્ઞની સાથે વિષ્ણુ ગોપાલ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિષ્ણુગોપાલ યજ્ઞમાં બેસવા માટે એક સમયની ન્યોછાવર રૂ.૨૧૦૦ રાખેલ છે. પૂ. મહારાજશ્રીના અધ્યક્ષસ્થાને ચારે વેદોના વિદ્વાન દક્ષિણના પંડિતો વેદગાન, શામગાન, અરણીમંથન દ્વારા સોમયજ્ઞનો પ્રારંભ થશે. દરરોજ સવારે ૮:૩૦ થી ૧:૩૦ અને બપોરે ૩:૩૦ વાગ્યાથી યજ્ઞ યોજાશે. સોમયજ્ઞ દરમિયાન દરરોજ પૂ.વ્રજોત્સવજી આર્શીવાદરૂપે અક્ષતવર્ષા કરશે.

આ સોમયજ્ઞ અંગે વધુ માહિતી માટે (૧) જેરામભાઈ વાડોલીયા - મો.૯૮૨૪૨ ૨૪૭૯૭ (૨) જગદીશભાઈ હરિયાણી - મો.૯૩૭૭૧ ૨૭૮૩૦ (૩) બ્રિજેશભાઈ પટેલ - મો. ૯૮૨૫૦ ૭૮૭૫૭ (૪) અરવિંદભાઈ પાટડીયા - મો.૭૦૧૬૪ ૫૨૬૧૧ (૫) અંતુભાઈ ધોળકીયા - મો.૯૪૨૬૧ ૧૮૦૨૮ (૬) અરવિંદભાઈ ભેંસાણીયા - મો.૯૭૨૪૦ ૭૧૪૦૦ (૭) સુરેશભાઈ રૈયાણી - મો. ૯૪૨૬૧ ૧૮૦૨૮ (૮) નવનીતભાઈ ગજેરા - મો.૯૪૨૬૨ ૬૯૮૫૮ (૯) મહેન્દ્રભાઈ ગોડા - મો. ૯૮૨૫૬ ૨૦૦૮૩ (૧૦) એમ.કે. પોપટ - મો. ૯૩૭૭૭ ૭૬૬૭૧ (૧૧) લક્ષ્મણભાઈ સાવલીયા - મો. ૯૪૨૬૬ ૮૮૮૪૮ (૧૨) હરેશભાઈ મદાણી - મો.૯૮૨૫૨ ૬૦૪૬૭ (૧૩) તરૂણભાઈ નડીયાપરા (૧૪) લખમણભાઈ આહિરનો સંપર્ક કરવા જણાવાયું છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૮)

 

(3:57 pm IST)