Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

ટુરીઝમ, ટ્રાવેલ્સ, હોટલ એકસપોનો પ્રારંભ

હોટલ ફર્ન ખાતે ત્રણ દિવસીય એકિઝબિશન : ગુજરાતભરમાંથી ટ્રાવેલ્સ એજન્સીઓના સ્ટોલ : દેશ - વિદેશમાં ફરવાલાયક સ્થળોની એક જ સ્થળેથી તમામ માહિતી મળશે

રાજકોટ, તા. ૧૬ : અહિંના કુવાડવા રોડ ડિલકસ સિનેમા ચોકમાં આવેલ હોટલ ફર્ન ખાતે આજથી ટુરીઝમ, ટ્રાવેલ્સ, હોટલ એકસપોનો પ્રારંભ થયો છે.

તા.૧૫-૧૬-૧૭ (શુક્ર-શનિ-રવિ) સવારે ૧૦ થી સાંજે ૬ સુધી આયોજીત ટીટીએચ એકસપો (ટુરીઝમ ટ્રાવેલ હોટલ એકસપો)માં ગુજરાતભરના ટ્રાવેલ્સ એજન્સીઓના ૩૫ સ્ટોલ રાખવામાં આવ્યા છે. જેમાં દેશ - વિદેશ ફરવા જવા માટે ઈચ્છુકોને માહિતી માર્ગદર્શન અપાશે. આ ઉપરાંત વિવિધ આકર્ષક સ્કીમો પણ રાખવામાં આવી છે. બમ્પર લક્કી ડ્રો સાથેના ઈનામો પણ રાખેલ છે. આ ટ્રાવેલ્સ - ટુરીઝમ અને હોટેલ એકિઝબિશનમાં એર ટ્રાવેલ એજન્ટ એસો., રેલ્વે એસો. ઓફ ગુજરાત, ટ્રાવેલ એજન્ટ એસો. ઓફ સૌરાષ્ટ્રનો સહયોગ મળેલ છે.

તસ્વીરમાં ટીટીએચ એકસપોના આયોજક કમલભાઈ શાહ (મો.૯૬૮૭૬ ૨૮૯૬૬), પંકજભાઈ (પંકજ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ - મો.૯૮૯૮૩ ૪૫૨૪૫), કલ્પેશભાઈ ટેલી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ - મો.૯૮૭૯૨ ૬૮૬૪૧, મનીષભાઈ સેજપાલ, નિરવ ઈન્ટરનેશનલ ટ્રાવેલ્સ - ૯૭૨૩૨ ૦૯૯૯૯, હિમાંશુ કોટેચા - સ્કાય વેવ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ - ૯૪૨૭૨ ૨૦૦૦૨, જયેશભાઈ કેસરીયા - નીજ ટ્રાવેલ્સ - ૯૮૨૫૦ ૭૭૯૬૯ નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)(૩૭.૧૪)

(3:40 pm IST)