Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

વાવડીમાં રાજ કુલીંગ સિસ્ટમ ખાતે આવતીકાલે રકતદાન કેમ્પ

રાજકોટ, તા. ૧૬ : રાજ કુલીંગ સિસ્ટમ પ્રા. લી. તથા રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા સ્વ.કિરણભાઈ રામોલીયાની પાંચમી પૂણ્યતિથિ નિમિતે આવતીકાલે રવિવારે સવારે ૮ થી બપોરના ૧ સુધી રાજ કુલીંગ સિસ્ટમ, વાવડી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. રાજ કુલીંગ ગ્રુપના ૨૦૦થી વધારે સભ્યો સહિત ૨૫૧થી વધુ બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવશે. જે થેલેસેમીયા પીડિત બાળકો અને દર્દી નારાયણ માટે કરાશે.

અમદાવાદ કેન્સર હોસ્પિટલ તથા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંકના સહયોગથી બ્લડ એકત્ર કરી સમાજને અર્પણ કરવામાં આવશે. રાજ કુલીંગ સિસ્ટમના સેન્ટલી કુલીંગ શો - રૂમમાં જ આ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ૨૦ થી વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ જે લોકોએ બ્લડ ડોનેટ કરવા પ્રિ - રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. તેઓને બ્લડ ડોનેટ કરવા પીકઅપ - ડ્રોપની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

ટીમના ગોરવભાઈ, નિધિ પટેલ, ઋષિત પટેલ, જલ્પા સોલંકી, જસ્મીન સુવાગીયા, સાક્ષી કટીયાર, ભાવેશ જાદવ, દિવ્યેશ ધોળકીયા, હેમાલી પેથાણી, પિનલ દેસાણી, રમેશભાઈ પીપળીયા, નાગજી શીંગાણા જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે મો.૯૬૯૬૩ ૯૬૯૬૪ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.(૩૭.૧૫)

 

(3:39 pm IST)