Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

બાર એસો.ની ચૂંટણીમાં અનિલભાઇ દેસાઇની સમરસ પેનલે ઉમેદવારી નોંધાવી

પ્રમુખપદે અનિલભાઇ દેસાઇ, ઉપપ્રમુખ સી.એચ. પટેલ, જોઇન્ટ સેક્રેટરીપદે રૂપરાજસિંહ પરમાર અને ટ્રેઝરરની જગ્યા માટે અશ્વિન ગોંસાઇની દાવેદારી : સેક્રેટરી માટે દિલીપભાઇ જોષી, પ્રમુખ માટે દેસાઇ ઉપરાંત બકુલ રાજાણી, હરિસિંહ વાઘેલા, ઉપપ્રમુખ માટે સ્પર્ધા થશેઃ વકીલોના બે જુથો વચ્ચેનો વિવાદ સમી ગયો : રાજકીય અગ્રણી વકીલની મધ્યસ્થિથી બાર એસો.ની ચૂંટણીમાં એકતરફી માહોલ સર્જાયોઃ બાર કાઉન્સીલની ચૂંટણીના પગલે બાર એસો.માં નવા સમીકરણો બહાર આવ્યા... : ટ્રેઝરર તરીકે અશ્વીન ગોસાઇ અને જોઇન્ટ સેક્રેટરી તરીકે રૂપરાજસિંહ પરમાર સામે કોઇએ ઉમેદવારી ન કરતા બંને બીનહરીફ જાહેર થયા

રાજકોટઃ બાર.એસો.ની ચૂંટણીમાં આજે પ્રમુખપદે અનિલભાઇ દેસાઇ અને તેમની સમરસ પેનલમાં ઉપપ્રમુખ પદ માટે સી.એચ.પટેલ, સેક્રેટરીપદે દિલીપભાઇ જોષી, સહમંઁત્રી તરીકે રૂપરાજસિંહ પરમાર અને ટ્રેઝરર માટે અશ્વિન ગોંસાઇ અન લાયબ્રેરી સેક્રેટરી પદે જતિનભાઇ ઠકકરે ઉમેદવારી પત્ર રજુ કર્યું છે. સમરસ પેનલના ઉમેદવારોએ ફોર્મ રજુ કરતા બાર.કાઉ.ના પૂર્વ ચેરમેન દિલીપભાઇ પટેલ, ભાજપ લીગલ સેલના હિતેષભાઇ દવે, એડવોકેટ ધીમંત જોષી જયેન્દ્રસિંહ રાણા, નોટરી એસો.ના પ્રકાશસિંહ ગોહિલ કલેઇમ બાર.ના રાજેશભાઇ મહેતા, ક્રીમીનલ બાર.એસો.ના તુષારભાઇ બસલાણી, હેમાંગ જાની, નોટરી બિપીન ગાંધી, સહિતના મોટી સંખ્યામાં વકીલોએ સમરસ પેનલના ઉમેદવારોને હારતોરા કરીને ફટાકડા ફોડી ભવ્ય શુભેચ્છાઓ પાઠવીને સમરસ પેનલના હોદેદારોને ચુંટી કાઢવા હાકલ કરી હતી. છેલ્લે ઉમેદવારી પત્રો સ્વીકારતા ચુંટણી કમિશનર ટી.બી.ગોંડલીયા દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૬ : રાજકોટ બાર એસો.ની ર૦૧૭ની ચૂંટણી ભારે વિવાદી બન્યા બાદ સને ર૦૧૮ની ચાલુ વર્ષની ચૂંટણી એટલી જ સુમેળ ભર્યા વાતાવરણમાં યોજાઇ તેવા છેલ્લા ત્રણ-ચાર દિવસથી થઇ રહ્યા પ્રયાસોને સફળતા મળી છે અને છેલ્લા કેટલાક વર્ષોથી બે વકીલ જુથો વચ્ચે ચાલતી કહેવાતી તકરારનો અંત આવ્યાનું અને ગઇ મોડી રાત્રે રાજકીય વકીલ અગ્રણીની મધ્યસ્થીથી વકીલો વચ્ચે સર્વમાન્ય હોદ્દેદારોને ચૂંટણી લડવા નક્કી થયાનું જાણવા મળે છે.

આજે બાર એસો.ની ચૂંટણીમાં પ્રમુખપદ માટે અનિલભાઇ દેસાઇએ ઉમેદવારી નોંધાવી હતી , તો તેમની પેનલમાં ઉપપ્રમુખપદે શ્રી સી.એચ. પટેલ તથા જોઇન્ટ સેક્રેટરીની જગ્યા માટે રૂપરાજસિંહ પરમાર તથા ટ્રેઝરર પદ માટે અશ્વિન ગોંસાઇએ ઉમેદવારી નોંધાવી હતી. સેક્રેટરીની મહત્વની જગ્યા માટે અગાઉ દિલીપભાઇ જોષીએ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. આ પેનલ સમરસ પેનલ તરીકે ચૂંટણી લડી રહેલ છે. જયારે લાયબ્રેરી સેક્રેટરી માટે જતિનભાઇ ઠક્કરે ઉમેદવારી નોંધાવી છે. પ્રમુખપદ માટે અર્જુનભાઇ પટેલે ઉમેદવારી નહિ નોંધાવી અનિલભાઇ દેસાઇને ખેલદીલીપૂર્વક ટેકો જાહેર કરેલ છે. બપોરે ર વાગ્યે સુધીમાં ટ્રેઝરર અને જોઇન્ટ સેક્રેટરી માટે અન્ય કોઇ ઉમેદવારી ન આવતા ટ્રેઝરર તરીકે અશ્વિન ગોંસાઇ અને જોઇન્ટ સેક્રેટરી તરીકે રૂપરાજસિંહ પરમાર બીનહરિફ જાહેર થયા છે.

સને ર૦૧૦ની ચૂટણીનો વિવાદ ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યા બાદ હાઇકોર્ટે ચૂંટણી યોજવા કરેલા હુકમ મુજબ ચૂંટણી કમિશ્નર શ્રી ટી.બી. ગોંડલીયા પાસે અને પ્રમુખ સંજયભાઇ વ્યાસ અને સેક્રેટરી મનિષભાઇ ખખ્ખર દ્વારા આગામી તા. ર૬ ફેબ્રુઆરીએ ચૂંટણી જાહેર કરવામાં આવી છે.

પ્રમુખપદે જગ્યા માટે ગઇકાલે બકુલભાઇ રાજાણી અને હરિસિંહ વાઘેલાએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે આજે અનિલભાઇ દેસાઇ અને તેમની પેનલના હોદેદારોએ ઉમેદવારી નોંધાવતા બાર એસો.ની ચૂંટણી એકતરફી થઇ રહ્યાના સંકેતો મળી રહ્યા છે.

છેલ્લા કેટલાક વર્ષોથી બે વકીલ જૂથો વચ્ચેનો ખટરાગ અને યાદવાસ્થળીનો અંત આવતા ભાજપ લીગલ સેલમાં નવા પ્રાણ પૂરાયા છે અને તેના ભાગરૂપે આ વર્ષે સંપૂર્ણપણે અનિલભાઇ દેસાઇની પેનલને ચૂંટી કાઢવા અને બાર એસો.ના કોઇપણ વકીલો વચ્ચે મનદુઃખ ન થાય અને રાજકોટના તમામ વકીલો વચ્ચે એકમત જળવાઇ રહે અને બાર એસો.નું ગૌૈરવ જળવાઇ રહે તેવા પ્રયાસો કરવામાં આવશે તેમ વકીલ વર્તુળોમાંથી જાણવા મળે છે.

બાર એસો.ની ચૂંટણી બાર કાઉન્સીલ દ્વારા નક્કી થયેલ નિયમ મુજબ 'વન બાર વન વોટ' મુજબ કરવામાં આવશે. બાર એસો.ની ચૂંટણીમાં ચાલુ વર્ષ લાગયબ્રેરી સેક્રેટરી અને કારોબારી માટે મહિલા અનામતની એક જગ્યાનો વધારો કરવામાં આવ્યો છે. આમ છ હોદ્દેદારો અને ૧૦ કારોબારી સભ્યો મળી કુલ ૧૬ જગ્યાઓ માટે ચૂંટણી યોજાશે.

જોકે ગુજરાત બાર કાઉન્સીલની પણ ર૮ માર્ચે ચૂંટણી યોજાવવાની હોય આ વર્ષે રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં કોઇ સ્પર્ધાના એંધાણ નજરે પડતા નથી. મોટાભાગે અનિલભાઇ દેસાઇની પેનલને જીતાડવાના પ્રયાસો થનાર હોય ચૂંટણીનો માહોલ એકતરફી બની ગયો છે.

બાર એસો.ના પ્રમુખપદે માટે સમરસ પેનલના અનિલભાઇ દેસાઇ સામે બકુલભાઇ રાજાણી અને હરિસિંહ વાઘેલાએ ઉમેદવારી નોંધાવી હોય હાલ તુર્ત ત્રિકોણીયો જંગ જામશે.

જયારે ઉપપ્રમુખ માટે બકુલ રાજાણી, અમિત ભગત અને સી. એચ. પટેલે ઉમેદવારી નોંધાવી છે.

જયારે કારોબારીમાં મહિલા અનામતની જગ્યા ઉપર મીનાક્ષીબેન ત્રિવેદી અને હર્ષાબેન પંડયાએ ઉમેદવારી નોંધાવી છે. કારોબારીમાં અન્ય ઉમેદવારોમાં કૌશીક વ્યાસ, વિપુલ રાણીંગા, ગૌરાંગ માંકડ, કલમ કવૈયા, ચૈતન્ય સાયાણી, નિરવ પંડયા, રોહિત ઘીયા, નિશાંત જોષી અને સંદિપ વેકરીયાએ ઉમેદવારી નોંધાવી છે.

ચૂંટણી કમીટીમાં ટી. બી. ગોંડલીયાની કમીશ્નર તરીકે વરણી કરવામાં આવી છે. જયારે સહાયક તરીકે રાજેશ દલ, જગદીશ ચોટલીયા, અમિતાબેન સીપ્પી, ચતવાણીભાઇની વરણી કરવામાં આવી છે.

ફોર્મ ભરતી વખતે ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન દિલીપ પટેલ, લીગલ સેલ કન્વીનર હિતેશ દવે, બળવંતસિંહ રાઠોડ, પિયુશ શાહ, હેમાગમની વિરેન વ્યાસ, નિલેશ બાવીસી, યોગેશ ઉદાણી, ધીંમત જોશી, શૈલેષ વ્યાસ, ડી. બી. બગડા એન. ડી. ચાવડા, વિમલ ડાંગર વિજય દવે, સમીર ખીરા, ધર્મેશ સખીયા, ડી. સી. પરમાર, ડી. ડીે મહેતા, આનંદ પરમાર, કે. સી. ભટ્ટ, જીતેન્દ્રગીરી ગૌસ્વામી, તુષાર બસલાણી, જે. એફ. રાણા, હિતેન્દ્રસિંહ જાડેજા, રાજકુમાર હેરમા, એન. ડી. જેઠવા, ભગીરથ ડોડીયા, પરેશ મારૂ, ઇન્દ્રભા ઝાલા, હિંમાશુ પારેખ, કિરીટ નકુમ, જયેશ બોઘરી, એન. આર. જાડેજા, અજીત પરમાર, કુલદીપસિંહ જાડેજા, વિજય ભટ્ટ, નિલેશ કથીરિયા, નિદિત પારેખ, એમ. એ. સી. પી. બારના પ્રમુખ રાજેશ મહેતા, નોટરી એસો.ના પ્રમુખ પ્રકાશસિંહ ગોહીલ, ભરત આહ્યા, બીપીનભાઇ ગાંધી, પ્રશાંત લાઠીગ્રા, સેનેટ સદસ્ય કપીલ શુકલ, જળદેવભાઇ શુકલ, શૈલેષ વ્યાસ, ચીમનભાઇ સાંકળીયા, ગીરીશ કોટક, સુમિત વોરા, કમલેશ ઠાકર, કમલેશભાઇ શાહ, જીજ્ઞેશ શાહ, એ. ટી. જાડેજા, રાજકોટ બાર એસો.ના પ્રમુખ સંજયભાઇ વ્યાસ, મંત્રી મતિશ ખખ્ખર, ઉપપ્રમુખશ્રી જયેશભાઇ બોઘરા, રાજભા ગોહીલ, હરેશ પરસોડા, અર્જુનભાઇ પટેલ, ચેતન આસોદરીયા સહિત આશરે પ૦૦ જેટલા વકીલ મીત્રો ફોર્મ ભરવા સાથે રહીને પેનલને શુભેચ્છા પાઠવેલ હતી.

(4:15 pm IST)