Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

શહેરમાં નવા સિગ્નલો જરૂરી-બંધ હોય તેને ચાલુ કરો : ડો. દર્શિતાબેન

રાફિક સમસ્યા ઉકેલવા ડે.મેયર દ્વારા પોલીસ કમિશનર અને મ્યુનિ. કમિશનરને રજૂઆત

રાજકોટ તા.૧૬: શહેરની ટ્રાફિક સમસ્યા ધ્યાને લઈ ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ દ્વ્રારા પોલીસ કમિશ્નરશ્રી રાજકોટ શહેરતથા મ્યુનિસિપલ કમિશનરશ્રીને નવા ટ્રાફિક સિગ્નલો મુકવા તથા બંધ હોય તેને ચાલુ કરવા રજૂઆત કરવામાં આવી છે.

આ અંગે ડે.મેયર ડો. દર્શિતાબેન શાહે પોલીસ કમિશનરશ્રીને લેખિત પાઠવેલ પત્રમાં જણાવ્યુ હતુ કે, રાજકોટ શહેરનો વિકાસ દિન પ્રતિદિન વધતો જાય છે. તેમજ તેની સામે નાની મોટી ટ્રાફિક સમસ્યાઓ પણ ઉદભવતી હોય છે. રાજકોટ શહેરમાં લોકોને ટ્રાફિક પ્રત્ય વધુ ને વધુ જાગૃત કરવા હાલ હયાત સર્કલના ટ્રાફિક સિગ્નલો છે જે બંધ છે. જેમાં હનુમાન મઢી ચોક સર્કલ, રામદેવપીર સર્કલ, રાજનગર, જામ ટાવર પાસે જામનગર રોડ, કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ ચોક, ભારતી બંગલો - નાગરિક બેંક ચોક, નાનામવા-રીંગ રોડ ચોક સિગ્નલ ચાલુ કરવા ખુબજ જરૂરી છે. તેમજ આ સ્થળે બહોળા પ્રમાણમાં ટ્રાફિકની અવર જવર પણ રહેતી હોય છે. તેમજ શહેરમાં રહેલા અમુક ટ્રાફિક સર્કલોની આજુ બાજુ નાના મોટા અનધિકૃત વાહનો પાર્ક થતા જોવામાં મળે છે. આવા વાહનોના પરિણામે ટ્રાફિક જામની સમસ્યા પણ અમુક સમયે સર્જાય છે જેથી આવા ચોકની આજુ બાજુ અનધિકૃત પાર્ક થતા વાહનોને હટાવવા કાર્યવાહી કરવી જરૂરી છે. તેમજ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ વધુમાં મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજૂઆત કરેલ છે કે તેમજ રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઈ શહેરમાં નીચે મુજબના ચોકમાં ટ્રાફિક સિગ્નલો મુકવા જરૂરી છે. ગ્રીનલેન્ડ ચોકડી, કુવાડવા રોડ, ચુનારાવાડ ચોક, ભાવનગર રોડ, ૮૦ ફુટ રોડ (અમુલ ચોક) ભાવનગર રોડ, વિરાણી હાઈસ્કુલ ચોક, સિવિલ હોસ્પિટલ ચોક, ભૂતખાના ચોક, ઢેબર રોડ, લીમડા ચોક, કિશાનપરા ચોક, ખટારા સ્ટેન્ડ ચોક કુવાડવા રોડ, ડિલક્ષ ચોક કુવાડવા રોડ, મક્કમ ચોક, ગોંડલ રોડ, હરિહર ચોક, રામદેવપીર ચોકડી, ૧૫૦ ફુટ રીંગ રોડ, મ્યુનિસિપલ કોર્પોરેશન ચોક ઉપરોકત સ્થળોએ ટ્રાફિકની દ્યણી સમસ્યાઓ હોય તો આ સિગ્નલો ને મંજૂર કરી આગળની કાર્યવાહી કરવા રજૂઆત કરેલ છે.ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ દ્વારા રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યા ધ્યાને લઈ સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા રજુઆતમાં જણાવેલ છે.

(4:05 pm IST)