Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

આર.એમ.સી. કન્ઝર્વન્સી ઓફિસમાં કર્મચારી રમેશભાઇ જાવદએ ઝેર પીધું

રાજકોટ તા. ૧૬: પારેવડી ચોક પાસે મહાત્મા ગાંધી પ્લોટ-૨માં રહેતાં અને ૮૦ ફુટ રોડ પર સિતારામ કાટા પાસે આર.એમ.સી.ની કન્ઝર્વન્સી ઓફિસમાં કલીનર તરીકે નોકરી કરતાં રમેશભાઇ કાળાભાઇ જાદવ (ઉ.૪૫) નામના દલિત આધેડે ઓફિસમાં જ બકાલામાં છાંટવાની દવા પી લેતાં સારવાર માટે સિવિલમાં દાખલ કરાતાં થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

રમેશભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ છે. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પોતાને માનસિક બિમારી હોઇ અને તેની દવા ચાલુ હોઇ આ બિમારીથી કંટાળી જઇ ઝેર પી લીધાનું તેણે પોલીસને કહ્યું હતું.

(12:54 pm IST)