Gujarati News

Gujarati News

News of Sunday, 16th January 2022

રામનાથપરાના કલાસીસ સંચાલક નઝીરખાનનું મકાન ભાડુઆત હિરેન ગણાત્રાએ પચાવી પાડયાની લેન્ડ ગ્રેબિંગના નવા કાયદા હેઠળ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ

 

રાજકોટઃ જમીન પચાવી પાડવાના નવા કાયદા મુજબ એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો છે.નઝીરખાન ઉસ્માનખાન આફ્રીદી પઠાણ, (ઉ.વ.૫૧, ધંધો.કોમ્પ્યુટર કલાસીસ, રહે, રામનાથપરા, મુકરબા શેરી જુમ્મા મસ્જીદ પાસે,  રાજકોટ)નું મકાન જુમ્મા મસ્જીદ પાસે,રામનાથપરા મુકરબા શેરીમાં આવેલ છે. આ મકાન તેમણે હિરેનભાઇ પ્રવીણભાઇ ગણાત્રા (ઉ.વ.૩૫, ધંધો,મજુરીકામ, રહે, આનંદનગર કોલોની બ્લોક.નં.૩, એચ/૧૧૬, કૈલાશ પાર્ક બગીચા પાસે)ને  ભાડા કરારથી ભાડે આપેલ હોઇ અને જેનો ભાડા કરાર તા.૩૧/૮/૨૦૧૮ ના રોજ પૂર્ણ થવા છતા આ કામના આરોપીએ ભાડા કરાર રિન્યુ કરવા માંગતા ન હોય અને ફરીયાદીને ભાડાની રકમ પણ ચૂકવતા ન હોઈ મકાન ખાલી કરી પરત સોંપતા ન હોઈ ગેરકાયદેસર રીતે કબજો કરી ગેરકાયદેસર પ્રવેશ કરી પચાવી પાડયુ હોઈ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦ની કલમ ૩,૪(૧),(૨),(૩),૫ આઇ.પી.સી કલમ ૪૪૭ મુજબ ગુનો દાખલ કરાયો છે.

ફરીયાદી ભુતખાતા ચોકમાં નેટબીટસ નામે કોમ્પ્યુટર કલાસીસ ચલાવે છે. જુમ્મા મસ્જીદ પાસે, રામનાથપરા, મુકરબા શેરીમાં આવેલ  જે મકાન છે તેમાં ત્રણ રૂમ, રસોડું, ઓસરી, સંડાસ, બાથરૂમ તથા ફળીયામાં પાણીનો બોરવેલ આવેલ છે. જે મકાન તેણે આજથી ૧૯૯૨માં વીસનદાસ ચંદુમલ મોટવાણી રહે, રાજકોટ તા.૨૮/૫/૧૯૯૨ના રોજ ખરીદ કરેલ હતું અને ત્યારથી મકાન તેમની માલીકીનું છે અને લાઇટ બીલ પણ તેમના નામે આવે છે અને ત્યારથી તેઓ મકાન અલગ અલગ ભાડુઆતને ભાડે આપે છે. છેલ્લે આ મકાન હીરેનભાઇ પ્ર વીણભાઇ ગણાત્રાને રહેવા તેમજ ગૃહ ઉધોગ માટે તા.૦૧/૧૦/૨૦૧૭ થી ૧૧ માસ માટે માસીક રૂ. ૧ ૯,૦૦૦/- ના ભાડેથી ભાડા કરાર કરી આપેલ હતુ જે ભાડા કરાર રાજકોટ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કરાવેલ હતો અને હીરેનભાઇએ મને મકાન ભાડા પેટે સાત મહીનાના ભાડાના કટકે કટકે ૧,૧૬,૦૦૦/- ભાડુ ચુકવેલ છે અને મારી માલિકીના મકાનનો તા.૩૧/૮/૧૮ ના રોજ ભાડા કરાર પૂર્ણ થતા ભાડા કરાર રિન્યુ કરાવવા માટે મેં હીરેન પ્રવિણભાઈ ગણાત્રાને અવાર નવાર જણાવવા છતા તેઓએ ભાડા કરાર પુર્ણ થતો હોય છતા પણ ભાડા કરાર રીન્યુ કરવા માંગતા ન હોય અને ભાડા પેટેની રકમ પણ આપતા ન હોય જેથી અમે અવાર નવાર આજ દીવસ સુધી મકાન ખાલી કરી પરત સોંપવા માટે જણાવેલ છતાં તેઓ મકાન ખાલી કરી પરત સોંપતા નથી અને બળજબરીથી મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કબજો કરી મકાન પચાવી પાડેલ છે.

ભાડાની બાકી રકમ રૂા. ૭,૧૬,૦૦૦ આપતા ન હોય જેથી લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરી હતી. તેના આધારે કલેક્ટરશ્રીએ ગુનો નોંધવા આદેશ કરતા ફરિયાદ દાખલ થઈ છે. એસીપી જે.એસ. ગેડમ, પીઆઇ સી.જી. જોશી અને ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

(11:22 am IST)