Gujarati News

Gujarati News

News of Sunday, 16th January 2022

કુવાડવા ગામમાં ફરી મધરાતે ૪ ચોર ત્રાટકયા: કોઈ પડકારે તો સામનો કરવા પથ્થરની થેલી ભરીને આવ્યા હતા: દુધાત્રા પરિવારના મઢ અને ત્રણ દુકાનના શટર તૂટ્યા

ફરસાણની દુકાનમાંથી ગાંઠિયા, લાડવા ચોરી ગયા

રાજકોટઃ કુવાડવામાં આજે 16મીએ મધરાતે ફરી વખત ચોર ત્રાટકયા છે. ત્રણ દુકાન અને એક મઢના શટર તાળા તોડ્યા છે. ચાર ચોર રાત્રીના ત્રણેક વાગ્યે આવ્યા હતાં.સોમનાથ મોબાઇલ અને ચંપકભાઈ વાણિયાની દુકાન બીજી વખત તૂટેલ છે.મોબાઈલની દુકાનમાંથી મોબાઇલ અને વિનયભાઈની ફરસાણની દુકાનમાંથી લાડવા, ગાઠીયા, તીખી મોરી પાપડી વગેરે લઇ ગયા છે. આ 4 ચોર પૂર્વ તૈયારી કરીને આવેલા સામનો કરવા માટે પથ્થર ની થેલી ભરીને આવ્યા હતા ને શટર તોડતી વખતે 250 ગ્રામની આસપાસના પથ્થરો બાજુમાં રાખેલ જે પથ્થરો ઓટા પર પણ પડેલ હતા..વાણિયાની દુકાનની અંદર પણ પથ્થર પડેલા હતા.. કુવાડવા ગ્રામજનોમાં અને વેપારી આલમમાં ફફડાટ ફેલાયેલ છે..

થોડા દિવસ પહેલા દિવસના સમયે મહાદેવ મંદિરની તિજોરી રમેશભાઈ ઢોલરિયાની સોસાયટીમાં ચોરી થઇ હતી.

ગ્રામજનોની એવી માંગ છે કે ગ્રામ પંચાયતનાં એક પણ કેમેરા હોવા જોઇએ. થાંભલા પર જે ટ્યુબલાઈટના કવર મેલા છે જેના હિસાબે પ્રકાશ પૂરો પડતો નથી LED લાઈટો ફીટ કરવી. લાઈટો વચ્ચેનું અંતર ઓછું રાખવું..પોલીસ પેટ્રોલિંગની માંગ પણ કુવાડવા ગ્રામજનો અને વેપારીઓએ કરેલ છે જો આનો ત

તાકીદે ઉકેલ નહિ આવે તો ગ્રામજનો

ગાંધી ચિંધ્યા માર્ગે ચાલશે તેમ આગેવાન

કાળુભાઇ મહેતા (મનોજભાઈ)એ  જણાવયું છે.દિપકભાઈ બહુકિયા જે શિવમ મેડિકલ માં નોકરી કરે છે એના ઘરમાં પણ ચોર ત્રાટકયા હતા.

(11:01 am IST)