Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

રાજકોટ નાગરીક બેંકના ડીરેકટરો-અધિકારીઓ રીકવરી અધિકારીઓનું બિલ્ડર સાથે મળી આચરાયેલ લોન કૌભાંડ

કુલ ૩૦ આરોપીઓ સામે ફરીયાદઃ તમામને હાજર થવા સમન્સ ઈસ્યુ કરતી કોર્ટ

રાજકોટ,તા., ૧૬: રાજકોટ નાગરીક સહકારી બેન્ક લી.ના ડીરેકટરો તથા લોન અધીકારી તેમજ રીકવરી અધીકારી તથા બેંકના કર્મચારીઓ તેમજ બિલ્ડર  મે. બાલાજી ડેવલપર્સના ભાગીદારો વીગેરેએ મળી ૩૦ આરોપીઓએ આચરેલ લોન કૌભાંડ અંગેની ફરીયાદમાં ફોજદારી પ્રોસેસો હુકમ અદાલતે ફરમાવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે રાજકોટના  રહીશ ફરીયાદી વીનુભાઇ વલ્લભભાઇ રાદડીયા, મે.બાલાજી ડેવલપર્સ નામથી બીલ્ડીગ બનાવવાનો વેપાર ધંધો કરતા બીલ્ડર પાસેથી તેઓએ રાજકોટ શહેરના મોરબી રોડ વ્રજભુમી એવન્યુ એ તથા બી તરીકે ઓળખાતા બીલ્ડી઼ગમાં ફલેટ ખરીદ રવા જણાવેલ અને ફલેટ તૈયાર થાય એટલે બેંકમાંથી લોન કરાવી આપીશું જેથી ફરીયાદીએ તેમાંથી એક ફલેટ ત્રીજા માળે ખરીદ કરવાનું નક્કી કરેલ અને સુથીની તેમજ અન્ય રીતે મોટી રકમ મે. બાલાજી ડેવલોપર્સના ભાગીદારોને ચુકવેલ.

ત્યાર બાદ બિલ્ડરે ત્રીજા માળે ફલેટનું બાંધકામ કર્યાવગર ફલેટની લોન ફરીયાદીના નામની રાજકોટ નાગરીક સહકારી બેંક લી. રાજકોટમાંથી મેળવી લીધેલ જેની જાણ ફરીયાદીને થતા જયાં ત્રીજા માળે કોઇ ફલેટ ન હતો તે ફલેટની નાગરીક સહકારી બે઼કે લોન આપી બીલ્ડરને રકમ ચુકવી દીધેલ છે અને જયાં ફલેટ જ ન હતો તેવા ફલેટ અંગેનું પંચરોજ કામ કરી ફલેટનો કબજો સરફેસાઇ એકટ મુજબ કલેકટર પાસેથી મેળવવાનો હુકમ રાજકોટ નાગરીક સહકારી બેંક લી. રાજકોટનો મેળવેલ છે.અને જયાં ફલેટ જ ન હતો તે ફલેટનો કબજો મામલતદારે રાજકોટ નાગરીક સહકારી બેંકને સોંપેલ છે. અને જે ફલેટ જ ન હતો તે ફલેટ સંદીપ સ્ટીલ વર્કસ નામની ભાગીદારી પેઢીએ રાજકોટ નાગરીક સહકારી બેંકની જાહેર હરરાજીમાંથી ખરીદ કરેલ છે અને પુરાવાનો નાશ કરવામાં મદદ કરેલ છે.

આ લોન કૌભાંડ થતા પોલીસ કમીશનરને લેખીત ફરીયાદ આપેલ હતી. તેની તપાસ અંગેનો કોઇ રીપોટ કે કોઇ માહીતીની જાણ ફરીયાદીને કરેલ નહી જેથી ફરીયાદીએ તહોમતદારો બિલ્ડર મે. બાલાજી ડેવલપર્સના ભાગીદારો તથા રાજકોટ નાગરીક સહકારી બેન્ક લી.ના જવાબદાર અધિકારીઓ  તેમજ સંદીપ સ્ટીલ વર્કસથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદારો તેજ અન્યો સામે રાજકોટના ચીફ જયુડી મેજી.ની કોર્ટમાં આચરેલ લોન કૌભાંડ અંગેની ફરીયાદ દાખલ કરેલ દસ્તાવેજી પુરાવાો તથા ફરીયાદીના એડવોેકેટશ્રીની રજુઆતો ધ્યાને લઇ કોર્ટને ફરીયાદમાં જણાવેલ લોન કૌભાંડ થયેલ હોવાનું માલુમ પડતા કોર્ટે રાજકોટ નાગરીક સહકારી બેંકના ડીરેકટરો તેમજ લોન મેનેજર તથા રીકવરી અધિકારી તેમજ સંદીપ સ્ટીલ વર્કસના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદારો તેમજ અન્યો મળી કુલ ત્રીસ આરોપી સામે ફોજદારી પેસેસનો હુકમ ફરમાવેલ છે.

આરોપીઓ બિલ્ડર મે.બાલાજી ડેવલપર્સના ભાગીદારો (૧) અલ્પાબેન રાજેશભાઇ લીંબાસીયા (ર)બાબુભાઇ ભીમજીભાઇ મંડલી (૩) વર્ષાબેન ધર્મેશભાઇ ચુડાસમા (૪) પારૂલબેન મહેશભાઇ લીંબાસીયા તથા તેમના વહીવટકર્તા (પ) રાજેશભાઇ છગનભાઇ લીંબાસીયા પંચનામામાં સહી કરનાર (૬) કુશળ કીરીટભાઇ કાનાબાર (૭) પરાગ સુરાભાઇ ડોડીયા તથા સંદીપ સ્ટીલ વર્કસના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદારો (૮) દિપેન ધનજીભાઇ રૈયાણી (૯) હસમુખભાઇ મનસુખલાલ ઉદેશી (૧૦) ધ્યેય પંકજભાઇ ઠક્કર (૧૧) લાભુબેન ગોકળભાઇ પરસાણા (૧ર) નસરૂલ્લા ગુલામહુસેન મુસાણી (૧૩) નેહલભાઇ હરસુખલાલ મહેતા (૧૪) જયેશકુમાર નટવરલાલ જીવાણી (૧પ) વિક્રમ કાંતીલાલ ગોકળ ગાંધી (૧૬) ગોપાલભાઇ લક્ષ્મણભાઇ પનારા તથા રાજકોટ નાગરીક સહકારી બેંક લીના આરોપીઓ (૧૭) જીતેન્દ્રભાઇ મહાશંકરભાઇ જાની, બેંકના ડીસીેએમ (૧૮)નયનભાઇ હરસુખરાય ટાંક ડીસીેએમ (ક્રેડીટ) (૧૯)હરેશભાઇ સુર્યકાન્તભાઇ પુજારા રાજકોટ ના  તપાસ કરનાર અધિકારી (ર૦) સચીનભાઇ દૅીનેશભાઇ ઘેલાણી બ્રાંચ મેનેજર શાખા અધિકારી લોન મંજુર કરનાર અધિકારી (ર૧) નીકુંજભાઇ ધોળકીયા શાખા પ્રભારી લોન વિભાગ ડીસીેએમ (ક્રેડીટ) રાજકોટ નાગરીક સહકારી બેંક હેડ ઓફીસ રાજકોટ. (રર) ેએચ.એન. ભટ્ટ આસી. જનરલ મેનેજર હેડ ઓફીસ રાજકોટ નાગરીક સહકારી બેંક લી.(ર૩) મનીષભાઇ વિનોદભાઇ શેઠ, રીકવરી અધિકારી રાજકોટ નાગરીક સહકારી બેંક લી. ડીરેકટર (ર૪) જીવણભાઇ પટેલ ડીરેકટર રીકવરી કમીટી રાજકોટ નાગરીક સહકારી બેંક લી. (રપ) શૈલેષભાઇ ઠાકર, ડીરેકટર, રીકવરી કમીટીરાજકોટ નાગરીક સહકારી બેંૅક લી. (ર૬) જયોતીન્દ્રભાઇ મહેતા ચેરમેનશ્રી ડીરેકટરશ્રી રાજકોટ નાગરીક સહકારી બેંક લી.(ર૭) આર.બી.ગણાત્રા રાજકોટ નાગરીક સહકારી બેંકના અધિકૃત અધિકારી કલેકટર સમક્ષની તમામ કાર્યવાહી કરનાર (ર૮) અનીલભાઇ ગજાનનભાઇ  ચોગુલે તથા (ર૯) હેમાંગ કીરીટભાઇ ઢેબર રાજકોટ નાગરીક સહકારી બેંક લી.ના અધિકૃત અધિકારી તથા (૩૦) હંસરાજભાઇ ગજેરા વીગેરે સામે આઇપીસી કલમ ૪૦૬, ૪ર૦, ૪૬૭, ૪૬૮, ૧૧૪, ૧ર૦ (બી) મુજબનો ગુન્હો બનતો હોવાનું કોર્ટે માનેલ  છે અને ઉપરોકત આરોપીઓ સામે સમન્સ ઇસ્યુ કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામના ફરીયાદીના એડવોકેટ તરીકે શ્રી અરવિંદભાઇ રામાવત તથા રાજુભાઇ દુધરેજીયા તથા અશ્વીનભાઇ રામાવત રોકાયેલા છે.

(4:09 pm IST)