Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

રંગોલી પાર્કમાં સ્પોર્ટસ-ડે નિમીતે બાળકો-મહિલાઓ માટે વિવિધ કાર્યક્રમની ઉજવણી

રાજકોટ  :  અત્રે પંડિત દિનદયાલનગર, ગુજરાત હાઉસીંગ બોર્ડ રંગોલીપાર્ક ખાતે સ્પોર્ટસ ડે નિમીતે વી.કેન. ગ્રુપ દ્વારા નાના બાળકો અને મહિલાઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતૃત્વ સ્પર્ધા, લીંબુચમચી દોડ, મ્યુઝીકલ ચેર, ડાન્સ સહિતનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાના બાળકો અને મહિલાઓએ લાભ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન વી.કેન.ગ્રુપના પીનાબેન કોટક, અંજુબેન વારોતરીયા દ્વારા કરવામાં આવ્યું હતું. દરેક વિજેતા સ્પર્ધકોને રીંકલબેન, અંજુબેન વારોતરીયા અને નેહલબેન વ્યાસ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

(3:51 pm IST)